• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગરમાં દિક્ષા મહોત્સવ નિમિત્તે ત્રિ દિવસીય કાર્યક્રમ

સુરેન્દ્રનગરમાં દિક્ષા મહોત્સવ નિમિત્તે ત્રિ-દિવસીય કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરના વિરલ સુરેશભાઇ વોરાની પુત્રી ઝીલ તા. 18 ફેબ્રુઆરીના રોજ પાલીતાણા ખાતે દીક્ષા અંગીકાર કરી જીનમાર્ગે પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે શહેરમાં ઝીલના દિક્ષા મહોત્સવને અનુલક્ષીને ત્રિ-દિવસીય મહોત્સવ તા. 26 થી 28 જાન્યુઆરી દરમિયાન યોજાનાર છે. સુરેન્દ્રનગરના આરાધના ભુવન ખાતે યોજાનાર આ મહોત્સવ દરમિયાન તા. 26નારોજ પાટલા પુજન અને ભાવના, તા. 27ના રોજ શાંતી સ્નાત્ર અને સાંગી તથા તા. 28ના રોજ વરસીદાનનો વરઘોડો નીકળશે. જયારે ત્રણેય દિવસ દરમિયાન જિનાલય ખાતે પ્રભુજીની ભવ્ય અંગરચના કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...