સુરેન્દ્રનગરના હાસ્યલેખકને રત્નાકર એવોર્ડ એનાયત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્વામિનારાયણ મંદિર સરધાર તાબાના ભાવનગરના મંદિરના ઉદઘાટન તા.13 જાન્યુઆરીને શનિવારની સાંજે યોજાયું હતું. જેમાં ગુજરાતી ભાષાના જાણીતા હાસ્યલેખક, કલાકાર અને ચિંતક જગદીશ ત્રિવેદીને રત્નાકર એવોર્ડ વડતાલ ગાદીના ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના વરદ હસ્તે આપી સન્માન થયું હતું. આ કાર્યક્રમમાં મૌલિક ત્રિવેદીના પુસ્તક આપઘાતની ઘાત ટાળીએના અંગ્રેજી અનુવાદનું લોકાર્પણ લાલજી મહારાજના વરદ હસ્તે કરાયું હતું. આ સમારંભમાં કથાકાર નિત્યસ્વરૂપદાસજી સ્વામી, ગઢડા મંદિરના કોઠારી એસ.પી.સ્વામી, સહિત મંદિરોના સંતો, મહંતો, પાર્ષદો સહિત ખ્યાતનામ કલાકારો અને હરિભક્તો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...