કંડક્ટરને મળેલો મોબાઈલ પરત કરાયો : પ્રામાણિકતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર : રાજકોટ બાયપાસ રોડ સમર્પણ રેસીડેન્સીમાં રહેતા પટેલ ઋષિ રસેશભાઈ તા. 13 જાન્યુઆરીના સુરેન્દ્રનગર-અમદાવાદ રૂટની બસમાં ગયા હતા. પંચરના કારણે અન્ય બસમાં રવાના કરાતાં તેનો ફોન ખોવાઇ ગયો હતો. પંચરવાળી બસને કંડકટર ઘનશ્યામ પીપળિયાએ તપાસ કરતા બે સીટ વચ્ચે સ્વીચઓફ હાલતમાં મોબાઇલ મળી આવ્યો હતો. જેની ડ્રાઈવર હસમુખભાઈ પટેલને વાત કરી હતી. આ યુવાનનો મોબાઇલ સુરેન્દ્રનગર ડેપોમાં ડેપો મેનેજર જે.આર.અગ્રાવત, વિપુલભાઈ વ્યાસની હાજરીમાં પરત કરી કંડક્ટરની કામગીરી બિરદાવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...