તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • થાનના યુવાનની હૈયાવરાળ : 3 વર્ષથી ગુમ મારી પત્ની સંતાનોને શોધી આપો

થાનના યુવાનની હૈયાવરાળ : 3 વર્ષથી ગુમ મારી પત્ની-સંતાનોને શોધી આપો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થાનનાયુવાનની પત્નીને એક શખ્સ ત્રણ વર્ષ પહેલા લલચાવી ફોસલાવી ભગાડી ગયો છે. ત્યારે બે સંતાનો સાથે ગયેલી પત્નીને શોધવા પતિ દર દરની ઠોકરો ખાઇ રહ્યો છે. અંતે પતિએ ડીઆઇજીને લેખીત રજૂઆત કરીને પત્નીને અનીતીના ધંધામાં ધકેલાઇ હોવાની શંકા વર્ણવી શોધખોળ કરવા માંગ કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરા અને પરિણીતાઓને લલચાવી, ફોસલાવી ભગાડી જવાના અનેક કિસ્સા બને છે. ત્યારે થાનમાંથી બે સંતાનો સાથે ગયેલી પરિણીતાની 3 વર્ષથી ભાળ મળતા પતિ દર દરની ઠોકરો ખાઇ રહ્યો છે. આથી પત્નીને અનીતીના ધંધામાં ધકેલાઇ હોવાની શંકા સાથે રાજયના ડીઆઇજીને લેખિત રજૂઆત કરી શોધખોળ કરવા માંગ કરાઇ છે.

લેખિત રજૂઆતમાં જણાવાયા મુજબ થાનના રેલવે ફાટક પાસે રહેતા ઇરફાનભાઇ સતારભાઇ કલાડીયાની પત્ની ફરઝાનાબેનને થાનના ધોળી તલાવડી પાસે રહેતો ઇશ્વરભાઇ શંકરભાઇ મોરી તા. 28-6-13ના રોજ લલચાવી, ફોસલાવી ભગાડી ગયો છે. જેમાં ફરઝાનાબેન તેની સાથે પુત્ર શાહીદ અને પુત્રી સારાને પણ લઇ ગયા હતા.

અંગે થાન પોલીસ મથકે ફરિયાદ અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ નિકાલ આવ્યો નથી. આથી પત્ની અને બે સંતાનોના જીવ જોખમમાં હોવાની, તેઓને અનીતીમાં ધંધામાં ધકેલાયા હોવાની શંકા સાથે ડીઆઇજીને લેખિત રજૂઆત કરી તેઓની શોધખોળ કરવા માંગ કરાઇ છે.

થાનની પરિણીતા અને તેના બે સંતાનો.

ત્રણ વર્ષથી પોલીસ સ્ટેશનનાં પગથીયા ઘસવા છતા ન્યાય મળતા ડી.એસ.પી.ને રજૂઆત

થાનનાે ડ્રાઇવર ભગાડી ગયો હોવા છતાં પોલીસ કોઇ કાર્યવાહી કરતી નથી

અન્ય સમાચારો પણ છે...