તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગરમાં રૂપિયા 32 લાખના ખર્ચે સાત રસ્તાનું ખાતમુર્હૂત

સુરેન્દ્રનગરમાં રૂપિયા 32 લાખના ખર્ચે સાત રસ્તાનું ખાતમુર્હૂત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરમાંખાસ કરીને છેવાડાના વિસ્તારના લોકો રસ્તાની સમસ્યાથી ત્રસ્ત છે. ત્યારે પાલિકા દ્વારા લોક ભાગીદારીથી રૂપિયા 32 લાખના ખર્ચે સાત સોસાયટીમાં રસ્તા બનાવવાનું આયોજન કરાયુ હતુ. અને આનંદનગરથી કામનું ખાતમૂર્હૂત કરાયુ હતુ.

સુરેન્દ્રનગરમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનના લીધે મોટાભાગના રસ્તાઓ તોડી નાંખવામાં આવ્યા છે. આથી શહેરની જનતા પારાવાર મુશકેલીનો સામનો કરી રહી છે. ત્યારે લોકોની સમસ્યા દૂર કરવા માટે પાલિકા દ્વારા ખાસ કરીને છેવાડાના વિસ્તારમાં લોક ભાગીદારી સાથે રસ્તા બનાવવાની કામગીરી હાથ ધરવાનું આયોજન કરાયુ છે. જેમાં રૂપિયા 35 લાખના ખર્ચે સાત સોસાયટીમાં નવા રસ્તા બનાવવાનું આયોજન કરાયુ છે.

ધારાસભ્ય વર્ષાબેન દોશી, પાલિકા પ્રમુખ શીલાબા ઝાલા, ઉપપ્રમુખ ગણપતભાઇ મીઠાપરા, ચીફ ઓફિસર ગિરીશભાઇ સરૈયા, સદસ્ય રાજેન્દ્રસીંહ રાણા સહિતનાઓની ઉપસ્થિતિમાં નિર્મળનગર ખાતે રસ્તાના કામનું ખાતમૂર્હૂત કરવામાં આવ્યુ હતુ.

લોકોને ભંગાર રસ્તાથી છૂટકારો મળશે

પાલિકા દ્વારા લોક ભાગીદારીથી કામ કરાશે

અન્ય સમાચારો પણ છે...