તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • ખોરાકીનાં કેસના વેરમાં જમાઈએ સસરાના બાઇકને ડમ્પરથી ઉડાવ્યુ

ખોરાકીનાં કેસના વેરમાં જમાઈએ સસરાના બાઇકને ડમ્પરથી ઉડાવ્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલા-થોરીયાળીના રસ્તા પર બાઇકને ઠોકર મારતા આઘેડને ઇજા થઇ હતી. ઘટનામાં જમાઇએ કોર્ટ કેસનુ મનદુખ રાખીને સસરાના બાઇકને ઠોકર મારી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર ફેલાઇ છે. જૂના જશાપર ગામની પુત્રીએ પતિ સામે ખાધા ખોરાકીનો કોર્ટમાં કેસ દાખલ કયોર બાદ બનેલી કથીત ઘટનાની પોલીસે સાચી વિગતો મેળવવા તપાસ હાથ ધરી હતી.

સાયલાના જૂના જશાપર ગામે રહેતા કોળી કરશનભાઇ નરશીભાઇની દિકરી મંજુબેનના લગ્ન થોરીયાળી રહેતા ભરતભાઇ સાથે થયા હતા. પરંતુ છેલ્લા 12 વરસથી રીસામણે રહેલી દિકરીનો કેસ કોર્ટમાં ચાલી રહયો છે. દરમિયાન કરશનભાઇ અને ભુવા કવાભાઇ રામસગભાઇ સાથે મોટર સાયકલ લઇને સાયલાથી થોરીયાળીના માર્ગે જશાપર જતા હતા દરમિયાન રસ્તામાં ડમ્પરના ચાલકે મોટરસાઇકલને હડફેટે લઇ કોળી કરશનભાઇના પગે અને ભુવા કવાભાઇને ઇજાગ્રસ્ત કર્યા હતાં. જ્યારે ડમ્પર ચાલકે સ્ટેયરીંગ કાબુ ગુમાવી રસ્તાના પાળે ઉભુ રહેતા કરશનભાઇના જમાઇ ભરતભાઇ જોવામાં મળતા ભરતભાઇએ પથ્થરના ઘા મારી નાસી છૂટયો હતો બાબતની પ્રવિણભાઇ અને મુકેશભાઇને જાણ થતા દોડી આવેલા પરિવારજનોએ 108ને જાણ કરતા ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હતા.

ટક્કર માર્યા બાદ જમાઇએ સસરાને પથ્થર માર્યા

સાયલા- થોરીયાળના રસ્તા પરની ઘટના

અન્ય સમાચારો પણ છે...