તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડક પોલીસ અધિકારી મૂકો નહીં તો ગામ બંધ રાખીશંુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોટીલાનાપવિત્ર ધામમાં લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થા કથળી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે ધૃતરાષ્ટ્ર બનીને કામગીરી કરતી પોલીસ સામે પ્રજામાં રોષ ફેલાયો છે. અને આથી ચોટીલામાં કડક પોલીસ અધિકારી મૂકવાની માંગ કરી છે. નહીં તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બંધનંુ એલાન આપવાની પણ ચીમકી આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર એવા ચોટીલામાં ચામુંડા માતાનું પવિત્ર યાત્રાધામ આવેલુ છે. લાખો શ્રધ્ધાળુઓની અહીંયા દર્શન માટે રોજબરોજ આવતા હોય છે ત્યારે શ્રદ્ધાળું તેમ ગ્રામજનોની સલામતી તેમ કાયદો અને વ્યવસ્થાનું કડક પાલન થાય તેવા પોલીસ અધિકારીઓની ખાસ જરૂર પડે તે સ્વાભાવિક છે.

હાલમાં પોલીસની કથળેલી સ્થિતિથી પ્રજા ત્રસ્ત હોવાનું વિશ્વ હિન્દુ પરિષદ, ચોટીલા પ્રખંડના અનકભાઇ ખાચર, નગરપાલિકાના ઉપપ્રમુખ હરેશભાઇ ચૌહાણ સહિતના અગ્રણીઓએ જણાવી જિલ્લા પોલીસ વડા દીપકકુમાર મેઘાણીને લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવાયા મુજબ ચોટીલામાં મહિલાઓની ડોકમાંથી ચેન ખેંચવા, તળેટીમાંથી બાઇક ચોરાઇ જવી, દારૂ, ચોરી જેવી ઘટનાઓ સામાન્ય બની ગઇ છે.

બદલી થઇ ગઇ હોવા છતાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ ચોટીલા છોડવા તૈયાર નથી. ત્યારે ચોટીલાની જનતાની સલામતી માટે કડક અધિકારી મૂકવાની માંગણી કરી હતી. નહી તો ચોટીલા બંધનુ એલાન આપવાની ચીમકી આપવામાં આવી છે.

બદલી થઇ હોવા છતાં પોલીસ કર્મચારી કે અધિકારી ચોટીલા છોડવા રાજી નથી હોતા

ચોટીલામાં કાયદો અને વ્યવસ્થા કથળતા

અન્ય સમાચારો પણ છે...