તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર સહિત જિલ્લામાં આજે સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર સહિત જિલ્લામાં આજે સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખતરતાલુકાના ઇંગરોડી ગામે સીમ જમીનનું રખોપુ કરતી ઘોડેશ્વર પોલીસ ઉપર લોકોએ હુમલો કરતા ચકચાર ફેલાઇ હતી. ઘટના સર્જાતા સ્વબચાવમાં પોલીસ દ્વારા ફાયરીંગ કરાતા એકને ઇજા પહોંચી હતી. જ્યારે ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને પણ સારવાર માટે દવાખાને લઇ જવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ખેતરોમાં ખેડૂતોનાં પાકોને જંગલી જાનવરો નુકસાન કરતા મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ઉપરાંત જિલ્લામાં પૂરતો વરસાદ થવાના કારણે પાક બચાવવા ખેડૂતો દ્વારા રક્ષણની માંગ ઉઠી હતી. દરમિયાન લખતર તાલુકાના ઇંગરોડી ગામે ખેતી પાકને માલધારીઓ દ્વારા અવારનવાર નુકસાન કરવામાં આવતુ હોવાની ગામ લોકોમાં ફરિયાદો ઉઠી હતી. જેના કારણે ઇંગરોડીની સીમ જમીનમાં ઉભા પાકનું રક્ષણ કરવા તંત્ર દ્વારા ઘોડેશ્વાર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બંદોબસ્ત દરમિયાન રવિવારે પોલીસજવાનો સીમમાં બંદોબસ્ત કરતા હતાં. ત્યારે માલધારીઓએ પોલીસ જવાનો પર હુમલો કરતા અફડાતફડી મચી ગઇ હતી. બનાવમાં પોલીસ જવાન જીતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને પગે ઇજા પહોંચી હતી. જેમાં સ્વભચાવમાં પોતાની રાયફલમાંથી ગોળી છોડતા વીહાભાઈને પગે ગોળી વાગતા ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તા વીહાભાઈને સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતાં. જ્યારે ઇજાગ્રસ્ત પોલીસકર્મી જીતેન્દ્રસિંહ ઝાલાને લખતર સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતાં. અંગે ઇજાગ્રસ્ત પોલીસ કર્મી સાથે ફરજ બજાવતા પરાક્રમસિંહ મહાવીરસિંહ ઝાલાએ જણાવ્યું કે, માલધારીઓએ હુમલો કરતા જીતેન્દ્રસિંહે સ્વબચાવમાં ગોળી છોડી હતી. બનાવના પગલે ઇંગરોડી ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ઇંગરોડીમાં ઘોડેશ્વાર પોલીસ પર હુમલો તેમજ ફાયરીંગની ઘટના બનતા લોકોના ટોળા સરકારી દવાખાને ધસી આવ્યા હતાં. તસવીર-સતીષઆચાર્ય

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત ત્રિરંગા રેલી યોજાઇ હતી. ત્યારે રેલી સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. પ્રસંગે સંસદ સભ્ય શંકરભાઈ વેગડ, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ, સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખ શીલાબા ઝાલા, જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઇ મકવાણા, જિલ્લા ક્લેકટર ઉદિત અગ્રવાલ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. તસવીર-મુકેશપરીખ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો