તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘બેંકમાં પણ પૈસા નથી તો ક્યાં માંગવા જવા’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરજિલ્લાની બેંકો પર હજુ પણ લોકો લાંબી કતારોમાં જોતરાઇને પૈસા માટે પરસેવો પાડી રહ્યાં છે. ત્યારે બેંકોમાં પણ નાણા ખૂટ્યા હોવાનો સીલસીલો ચાલુ રહેતા લોકોને લગ્ન પ્રસંગ સહિતના ટાણા કાઢવા પણ મુશ્કેલ બની ગયા છે. બીજી તરફ હાલમાં પણ કેટલીક બેંકો અને એટીએમમાં રૂપિયા ખલાસ થયાના બોર્ડ તેમજ ટોકનની પધ્ધતિમાં પણ લાગવગશાહીથી સામાન્યપ્રજામાં રોષ ફેલાયો છે.

લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે લોકોને કેન્દ્રની જાહેરાત બાદ પણ પોતાના ખાતામાંથી 2.50 લાખ મળી નથી રહ્યા.

બંેકમાં ટોકન પદ્વતિમાં લાગવગ ચાલતી હાેવાની રાવ ઉઠી છે ત્યારે તંત્રએ કોઇ ખાસ સુવિધા ઉભી કરવી જોઇએ.

નોટબંધીના આટલા દિવસ પછી પણ સરકારની કાર્યવાહી ધીમી

જિલ્લાની બંેકોમાં લાંબી કતારમાં ઉભા રહ્યા બાદ પણ લોકોને પૈસા મળતાં બળાપો કાઢી રહ્યા છે

વઢવાણ | વઢવાણશહેરમાં અનેક બેંકોમાં 20 દિવસ બાદ પણ લાંબી લાઈનો ઘટતી નથી. અમુક બેંકોએ રૂપિયા ખલાસ થયાના બોર્ડ મારી દીધા છે. જ્યારે એટીએમના શટરો પાડી દેવામાં આવતા વઢવાણવાસીઓ પરેશાન બની ગયા છે.

થાન| થાનગઢવિસ્તારમાં આવેલી બેંકોમાં નોટબંધી પછી રોકડ રકમ મેળવવા માટે બે ત્રણ દિવસ સુધી રાહ જોવી પડે છે. પાંચાળ સિરામીક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ દ્વારા થાનની એચ.ડી.એફ.સી. બેંકમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે કે, જેમાં દરરોજ નાની મોટી રકમની જરૂરીયાત રહેતી હોય છે. તેવા ઉદ્યોગપતિઓને ટોકન હોવા છતાં બેંકમાં પૂરતી રોકડ રકમ હોવાથી ધક્કા પણ ખાવા પડે છે.

મૂળી| એસ.બી.આઇ.બેંકમાંરોજ અનેક ગ્રાહકો નાણાની લેવડ દેવડ કરે છે. ત્યારે મૂળીમાં બે દિવસથી નાણા ખુટી જતા અંહી આવતા લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. અને ધક્કાખાવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...