તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • પેટા ચૂંટણીઓમાં ભાજપનો વિજય, ઝાલાવાડમાં વિજયોત્સવ મનાવાયો

પેટા ચૂંટણીઓમાં ભાજપનો વિજય, ઝાલાવાડમાં વિજયોત્સવ મનાવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંસ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓમાં ભાજપે ઝળહળતી સફળતા મેળવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિજયોત્સવ મનાવ્યો હતો.

રાજયમાં ગત વર્ષે થયેલ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ખાલી બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાઇ હતી. પેટા ચૂંટણીના પરિણામો મંગળવારના રોજ જાહેર થતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ મોટી સંખ્યામાં વિજય મેળવ્યો છે. આથી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો દ્વારા સાંજે વિજયોત્સવ મનાવાયો હતો. જેમાં કાર્યકરોએ ફટાકડા ફોડી એક બીજાના મોં મીઠા કરાવ્યા હતા. પ્રસંગે સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખ શીલાબા ઝાલા, વિપીનભાઇ ટોળીયા, બકાલાલ પરમાર, મનહરસિંહ રાણા, જિતેન્દ્રસિંહ ચાવડા, જીજ્ઞાબેન પંડ્યા સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થતા વિજયોત્સવ મનાવાયો હતો.

સ્થાનિક ભાજપે રાજ્યભરના વિજયને ઉત્સાહથી ઉજવ્યો

અન્ય સમાચારો પણ છે...