ઝાલાવાડમાં ઇદ-ઉલ ફિત્રની ઉલ્લાસપૂર્વક ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મસ્જિદોમાં હજારો મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાઝ અદા કરી, દેશ અને દુનિયામાં ભાઇચારો-શાંતિઅમન બની રહે તેવી દુઆ કરી

સુરેન્દ્રનગર-વઢવાણમાં ઇદ-ઉલ ફિત્રની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ હતી.

મૂળી/અને સરાગામના નાના લોકો મદીના મસ્જીદ ખાતે સમુહ મા નમાઝ અદા કરી હતી. ગેબનશા પીર ની દરગાહના મુજાવર હુશેનશા બાપુએ જણાવ્યા મુજબ મુસ્લીમ સમાજના લોકો પણ ઇદમુબારક બાદી પાઠવી કોમીએખલાસ ની ભાવના દાખવી હતી

વઢવાણ ઘરશાળા ખાતે ઓવલી મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી.

સાયલા/માન સરોવરપાસે આવેલા ઇદગાહ ખાતે ઉલ-ફિત્રની નમાજ થઇ હતી. આથી મુસ્લીમ બિરાદરોને મૌલાના મહોમદ આઝાદ હુસેન સાહેબે ઇદની નમાઝ પઢાવી હતી અને ત્યાર બાદ શાક માકેટ પાસે આવેલા દાતાર પીર પહોંચી દુવા માંગી હતી.

લખતરમાં મુસ્લિમ બીરાદરોએ ઇદની નમાઝબાદ ઇદની ઉજવણી કરી હતી.

લખતર/લખતર રમઝાનઈદનીઉજવણી મુસ્લિમ સમાજ દ્વારા ઉલ્હાસભેર કરવામાં આવી હતી. રમઝાનઈદ નિમિતે લખતરની જુમા મસ્જીદથી ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. જ્યારે મુસ્લિમ બિરાદરોએ ઈદ નિમિતે નમાઝ અદા કરી એકબીજાનો વેર-ભાવ ભૂલી જઈ ગળે લાગ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...