વઢવાણ કંસારા બજાર વિસ્તારમાં કચરાના ઢગલાથી લોકો પરેશાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણકંસારા બજાર વિસ્તારમાં આવેલી બેંકની આગળ કચરાના ઢગથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. રસ્તા પર વાહનચાલકો અને બેંકના ગ્રાહકોની અવરજવર વધુ રહેતા ગંદકીથી પરેશાન બન્યા છે. આથી તંત્ર દ્વારા કચરા માટે કોઇ સાધન મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે.

વઢવાણ શહેરમાં લીલો અને સૂકો કચરો રાખવા માટે તંત્ર દ્વારા થોડા દિવસો પહેલા બે પ્રકારના ડસ્ટબીનોની ફાળવણી કરી હતી. તેમ છતાં શહેરનાં કેટલાંક વિસ્તારોમાં કચરા સાથે ગંદકીના ઢગ જોવા મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યાં છે. દરમિયાન વઢવાણ કંસારા વિસ્તારમાં આવેલી એસ.બી.એસ.બેંકની આગળ કચરા સાથે ગંદકીનુ સામ્રાજ્ય ફેલાયેલી જોવા મળે છે. રસ્તા પરથી રાહદારીઓ, વાહનચાલકો અને બેંકના કર્મીઓ, ગ્રાહકો મોટી સંખ્યામાં અવરજવર કરે છે. પરંતુ બેંકની બહાર પ્લાસ્ટીક સહિતના કચરાના ઢગ થવાથી ગંદકી ફેલાતા અહીંથી પસાર થવુ મુશ્કેલ બની ગયુ છે. અંગે પંકજભાઈ, હસમુખભાઈ, લક્ષ્મીબેન વગેરે જણાવ્યું કે, અહીં ગંદકી સાથે કચરો વધતાં પશુઓનો પણ અડીંગો જમાવી રહ્યાં છે. ત્યારે ગંદકી અટકાવીને કચરો એકઠો કરવા જવાબદાર તંત્ર દ્વારા સાધન મૂકવામાં આવે તેવી લાગણી અને માંગણી છે.

બહાર કચરો નાંખે તે માટે તંત્ર દ્વારા સાધન મૂકવા માંગ

વઢવાણ શહેરનાં કંસારા વિસ્તારમાં આવેલી બેંક આગળ ગંદકી સાથે કચરાના ઢગ જોવા મળે છે. તસવીર-પ્રવિણ સોલંકી

બેંકની આગળ કર્મીઓ અને ગ્રાહકો ગંદકીના ઢગથી ત્રસ્ત

અન્ય સમાચારો પણ છે...