રોઝ સાથે અથડાતા કાર પલટી ગઇ : બે ઇજાગ્રસ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળીહાઇવે પર અવારનવાર અકસ્માત સર્જાય છે. ત્યારે સોમવારે ફરીવાર વાંકાનેરનાં શખ્સને રોઝ આડુ ઉતરતા અકસ્માત થયો હતો જેમાં ડ્રાઇવર સહિત બાળકીને ઇજા પહોંચતા દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં.

સુરેન્દ્રનગર મૂળી હાઇવેપર રોઝનાં કારણે અકસ્માત વધી રહ્યા છે. જેમાં બે દિવસ પહેલા અકસ્માતથી પાંચ લોકોનેઇજા થયાની શાહી સુકાઇ નથી ત્યાં વાંકાનેરનાં ગીરીરાજ પરમાર અને ગાયત્રીબા પરમાર સ્કોરપીયો કાર લઇ સુરેન્દ્રનગરથી મૂળી તરફ આવી રહ્યા હતા. ત્યારે જસાપર પાસે અચાનક રોઝ આડુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર પલ્ટી મારી જતા સવાર બંન્ને વ્યકિતને ઇજાઓ પહોંચતા તાત્કાલિક મૂળી 108નાં ગૌરવભાઇ રામાનુજ અને વિપુલભાઇ મુંઝપરા દ્વારા પ્રાથમિક સારવાર આપી સુરેન્દ્રનગર દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છેકે હાઇવેપર રોઝનાં કારણે અકસ્માતોથી લોકોને હાલાકી ભોગવે છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાયૅવાહી કરાય તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.

મૂળી હાઇવેપર અકસ્માત સર્જાતા બે લોકોને ઇજા પહોંચી હતી. તસવીર-જયદેવગોસ્વામી

બે દિવસ પહેલા રોઝ આડુ ઉતરતા અહીં અકસ્માત થયો હતો

અન્ય સમાચારો પણ છે...