દર્શન પટેલ નામના યુવાનને દારૂડિયાએ પાછળથી આવી છરી મારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દારૂડીયાનું દંગલ : છરો લઇ આતંક મચાવતાં 4 ઘાયલ

કંડકટરને પણ છરી મારી

છરાના ઘા ઝીંકતા ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં

સુરેન્દ્રનગરશહેરમાં ધોળા દિવસે યુવાને ખૂલ્લી છરીથી આંતક મચાવતા શહેરીજનો સાથે પોલીસતંત્રમાં દોડધામ મચી ગઇ હતી. પેટ્રોલપંપને નિશાન બનાવ્યા બાદ એસ.ટી.બસના કંડકટરને અને મહિલાને છરીના ઘા ઝીંકી દેતા ચકચાર ફેલાઇ છે. બનાવ બાદ એસ.ટી.બસોનાં પૈડા થંભી ગયા હતાં. બનાવમાં પોલીસે યુવાનને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર શહેરનાં જાહેર રસ્તા પર ખૂલ્લી છરીથી મચાવેલા આંતકના કારણે લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. નંબર પ્લેટ વગરના બાઇક તેમજ છરી સાથે નીકળેલા શખ્સે એક પછી એક વ્યક્તિને નિશાન બનાવતા ભયનો માહોલ છવાઇ ગયો હતો. અંગે પ્રાપ્ત માહિત મુજબ સોમવારે અજાણ્યા યુવાન બાઇક લઇને કુંભારપરા પાસે આવેલ પેટ્રોલપંપે પેટ્રોલ પૂરાવા આવ્યો હતો. ત્યારે પેટ્રોલનાં પૈસા માંગતા ઉશ્કેરાયેલા યુવાને પેટ્રોલપંપની ઓફિસમાં બાઇક સાથે ઘૂસીને આંતક મચાવતા પેટ્રોલ પંપ પર આવેલા ગ્રાહકો અને કર્મીઓમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. બાઇક સાથે ઘૂસેલા યુવાને પંપની ઓફિસના બારણા તોડીને કાચનો ભૂક્કો બોલાવી દીધો હતો. આટલેથી અટકતા બાઇક મૂકીને આગળ ઉભેલી એક મહિલાને પણ છરી વડે હુમલો કરી ઇજા કરી હતી. જ્યારે ઇજાગ્રસ્ત લોકોને શહેરની સી.જે. હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતાં. દારૂ પીધેલી હાલતમાં તહેવારના દિવસે યુવાને શહેરમાં દંગલ મચાવતા પોલીસતંત્ર પણ દોડતુ થઇ ગયુ હતું. શહેરનાં અનેક વિસ્તારોમાં નાકાબંધી કરીને આંતક મચાવનાર શખ્સને સિટી ડિવીઝન પોલીસ ટીમે દબોચી લીધો હતો. શખ્સ શહેરનાં લક્ષ્મીપરા વિસ્તારનો સાકીર ખોખર હોવાનું ખૂલ્યુ હતું. છરીના હુમલાથી ઇજાગ્રસ્ત ઉષાબેન રણજીતભાઈ દેગામાએ બનાવ અંગે સિટી બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી સાકીર રજાકભાઈ ખોખર સામે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. એ.જે.પરમાર કરી રહ્યાં છે.

બાઇક છે જેમાં આરોપી પેટ્રોલ ભરાવવા ગયો હતો. જેમાં પેટ્રોલ ભરાયા વગર પંપના કર્મીએ પૈસા માગતા તે અચાનક ભડકી ઉઠ્યો હતો.

શહેરમાં દંગલ મચાવનાર યુવાને એસ.ટી.બસના પણ ઝપટી લઇ લીધી હતી. જેમાં શહેરમાંથી પસાર થતી અંબાજી-ગોંડલ રૂટની બસમાં ચડી જઇને દંગલ મચાવ્યું હતુ. બસમાં ખૂલ્લી છરીથી ધસી આવેલા શખ્સે ગોંડલના રામદેવસિંહ રૂપસિંહ સરવૈયાને છરીના ઘા ઝીંકી હાથમાં ઇજાઓ પહોંચાડી હતી. જેના પગલે સુરેન્દ્રનગર ડેપોના તમામ કર્મીઓએ સ્વંયભૂ એસ.ટી.બસના પૈડાઓ એક કલાકથી વધુ થંભાવી દીધા હતાં.

રજાનોદિવસ હોવાથી મોટી દૂર્ઘટના ટળી

સુરેન્દ્રનગરશહેરમાં દારૂડીયાના દંગલથી લોકો ભયભીત બની ઉઠ્યા હતાં. જો કે, સોમવારે ઇદની રજા હોવાના કારણે શહેરની દુકાનો સાથે માર્ગો પર પણ લોકોની અવરજવર ઓછી હતી. આથી યુવાનના હાથે મોટી દૂર્ઘટના ટળી હોવાનું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે અફરાતફરી : બાઇકમાં પેટ્રોલ ભરાવાના પૈસા માગતા દારૂડિયો યુવાન ભડક્યો

રહ્યો આરોપી

સુરેન્દ્રનગરશહેરમાં ધોળા દિવસે બાઇક સાથે ખૂલ્લી છરીથી આંતક મચાવનાર શખ્સ પોલીસના હાથ ઝડપાઇ ગયો હતો.

આંતક મચાવનાર યુવાનની છરીથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે પોલીસ ટીમ સાથે લાવવામાં આવ્યા હતાં. અંતે પોલીસે દારૂડિયાને દબોચી લીધો હતો.

યુવાન શહેરમાં દંગલ મચાવીને પેટ્રોલપંપને નિશાન બનાવતા તોડફોડ કરતા અફરાતફરી મચી હતી.તસવીર-પ્રવિણ સોલંકી

રતનપર સરદાર પટેલમાં રહેતા 23 વર્ષના દર્શનભાઈ અમૃતભાઈ પટેલ પોતાના કાકાની દુકાન બાઇક લઇને ઉભા હતાં. ત્યારે પાછળથી શખ્સ આવીને મારા ગળા ઉપર છરી રાખી બાઇક ઉપર બેસાડવા કહ્યુ હતું. ત્યારે મે ના પાડતા માથામાં છરીથી હુમલો કરી ચશ્મા અને પાકીટ લઇને શખ્સ નાસી છૂટયો હતો.

અન્ય સમાચારો પણ છે...