તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘૂડખરની વસ્તી વધતાં ખેડૂતોની ચિંતા વધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડીનારણ સિવાય બીજે ક્યાય જોવા મળતા ઘૂડખરોની વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે. ત્યારે ઘૂડખરોનું ઝુંડ ખેડૂતોના ઉભામોલને પળવારમાં ખેદાન મેદાન કરી છે. આથી ઘૂડખરોની વધતી જતી વસ્તી રણકાંઠાનાં ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.

રાજય સરકાર પ્રાણીઓ ખેતરોમાં ઘૂસી જાય તે માટે મોટી મોટી જાહેરાતો કરે છે. પરંતુ જાહેરાતો સરકારી પોથીમાં રહી જતાં ખેડૂતોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. ત્યારે પાટડી રણના ઘૂડખરો હવે સુરેન્દ્રનગર, વઢવાણ, લખતર, ધ્રાંગધ્રા તાલુકા સુધી પહોંચી ગયા છે.

પાટડીના રણ સિવાય વિશ્વમાં ક્યાય જોવા મળતા ઘૂડખરોની વસ્તી કૂદકેને ભૂસકે વધીને છેલ્લે નોંધાયેલી ગણતરી અનુસાર ઘૂડખરની સંખ્યા 4451 નોંધાઇ હતી. અને હાલમાં આંકડો વધીને અંદાજે 5000ને આંબી ગયાનો અંદાજ છે. ઘૂડખર માટે સને 1973માં 4954 ચોરસ.કિ.મી વિસ્તારને અભ્યારણ્ય તરીકે ઘોષીત કરવામાં આવ્યુ હતુ. હાલમાં મોટાભાગના ઘૂડખરો અભ્યારણ્ય વિભાગની હદછોડીને ટોળા સાથે ખેતરમાં ઘૂસી જઇને ખેડૂતોના ઉભામોલને પળવારમાં ખેદાનમેદાન કરી નાંખે છે. આથી ઘૂડખરોનાં ઝુંડના લીધે ખેડૂતોનો મોઢામાં આવેલો કોળીયો ઝૂંટવાઇ જાય છે.

આથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનોવારો આવતા ખેડુતોને દિવસે ખેતરમા મહેનત કરવી પડે છે. અને રાત્રે ઘૂડખરોથી બચવા ઉજાગરા કરવાની નોબત આવે છે. આથી ઘૂડખરોની વધતી જતી વસ્તીએ ખેડૂતોની ચિંતા વધારી છે. ત્યારે અભ્યારણ્ય વિભાગ દ્વારા બાબતે યોગ્ય કાર્યવાહી હાથ ધરાય એવી વ્યાપક માંગ રણકાંઠાના ખેડૂતોમાં ઉઠી છે.

ઝુંડ જે ખેતરમાંથી પસાર થાય ત્યાં ઉભામોલને પળવારમાં ખેદાન મેદાન કરી નાંખે છે

રણના ઘૂડખરો હવે સુરેન્દ્રનગર, વઢવાણ, લખતર, ધ્રાંગધ્રા તાલુકા સુધી પહોંચી ગયા

અન્ય સમાચારો પણ છે...