ઝાલાવાડમાં CCTV રાખનાર 3 દુકાનદાર સામે ફરિયાદ નોંધાઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરજિલ્લામાં જાહેરનામાના અમલ સ્વરૂપે વેપારીઓને પોતાની દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવવાના હોય છે. ત્યારે અનેક સ્થળોએ વેપારીઓ કાયદાનું ઉલ્લંઘન કરતા હોવાનું ધ્યાને આવ્યુ છે. દરમિયાન એસઓજીની ટીમે ચેકિંગ હાથ ધરીને બે સોની વેપારીઓ અને 1 હોટલના માલીક દુકાનમાં સીસીટીવી કેમેરા રાખતા હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણીપીણીના વેપારીઓ અને સોની વેપારીઓને પોતાની દુકાનોમાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવા જાહેરનામુ બહાર પડાયુ છે. ત્યારે અનેક સ્થળોએ વેપારીઓ કાયદાનું ઉલ્લંઘન કરતા હોવાની માહિતીને આધારે સુરેન્દ્રનગર એસઓજીની ટીમે સુરેન્દ્રનગર શહેરમાં ચેકિંગ હાથ ધર્યુ હતુ.

જેમાં લક્ષ્મીપરા વિસ્તારમાં મોઇદલભાઇ ઇસ્માઇલભાઇની શેખ જવેલર્સ અને રેફયુજીઅલી ઇસ્માઇલભાઇ શેખને ત્યાં સીસીટીવી કેમેરા લગાવેલા હતા. ઉપરાંત રાઘવજી મીસ્ત્રીના ડેલા પાસે આવેલ કાસમભાઇ ચાંદભાઇ કુરેશીની ચંદ્રવિલાસ હોટલમાં સીસીટીવી કેમેરા હોવાનું એસઓજીની ટીમને ધ્યાને આવ્યુ હતુ.

આથી એસઓજીના પરાક્રમસિંહ ઝાલા અને ધમભાએ ત્રણેય દુકાનદારો સામે સુરેન્દ્રનગર ડીવીઝન પોલીસ મથકે જાહેરનામા ભંગનો ગુનો નોંધાવતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

બે સોની વેપારીઓ અને એક હોટલ માલિક ઝપટે ચડયા

અન્ય સમાચારો પણ છે...