તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘15 દિ’માં સુરેન્દ્રનગર સ્વચ્છ જોઇએ..નહીંતર ઘરભેગા’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરશહેરી વિસ્તારમાં સફાઇ કરવા છતાં ગંદકી અને ધૂળનું પ્રમાણ વધતુ જાય છે. ત્યારે શહેરને સ્વચ્છ રાખવામાં દિલદગડી કરનાર મુકાદમો સાથે પાલિકામાં તાકિદની બેઠક બોલાવવામાં આવી હતી. અને કોઇ પણ બહાનાબાજી કર્યા વગર 15 દિવસમાં શહેરના તમામ 14 વોર્ડમાં ગંદકી અને ધૂળની સમસ્યા દૂર કરવા પ્રમુખ અને ચીફ ઓફિસરે મુકાદમોને આદેશ આપ્યા છે. અને જો શહેર સ્વચ્છ નહીં થાય તો કાઢી મૂકવા સુધીની ચીમકી આપવામાં આવી છે.

સુરેન્દ્રનગરની બે લાખની જનતા શહેરમાં ઉડતી ધૂળ અને ગંદકીની સમસ્યાથી ત્રસ્ત થઇ ગઇ છે. તેમાં પણ ખાસ કરીને શહેરમાં વર્તમાન સમયે ચાલતા ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનના લીધે શહેરના તમામ રસ્તા ખોદી નાંખતા બળતામાં ઘી હોમાઇ રહ્યુ છે. સમસ્યાના હલ માટે નગરપાલિકા દ્વારા તમામ 14 વોર્ડમાં સફાઇ કામદારો પાસેથી કામ લેવા માટે મુકાદમની નિમણૂંક કરવામાં આવી છે. પરંતુ કેટલાક મુકાદમ કામદારોને કામ સોંપી ગુટલી મારી જતા હતા. અને આથી સફાઇ કામદારો પણ કામમાં દિલદગડી કરતા હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આથી પાલિકા પ્રમુખ શીલાબા ઝાલા, કારોબારી ચેરમેન જીજ્ઞાબેન પંડયા, જીતેન્દ્રસિંહ ચાવડા, ચીફ ઓફિસર ગિરીશભાઇ સરૈયાએ તમામ વોર્ડના મુકાદમો સાથે પાલિકામાં તાકિદની બેઠક બોલાવી હતી. અને પોતાના વિસ્તારમાં ગંદકી દૂર કરવાની સાથે જ્યાં સારા રસ્તા પર ધૂળના ઢગલા પડયા છે. તે તાકિદે દૂર કરવા સૂચના આપીને કામ કરનાર મુકાદમોને રીતસર તતડાવી નાંખ્યા હતા.

પોતાના વિસ્તારમાં કઇ જગ્યાએ ગંદકી છ, તેની જાણકારી સદસ્યોને ખૂબ સારી રીતે હોય છે. આથી દરેક મુકાદમોએ વોર્ડના સદસ્યોને રૂબરૂ મળવાનું રહેશે. ગંદકી ક્યાં છે તે જાણી દૂર કરવાની રહેશે.

પાલિકાના વોર્ડમાં ઘણા સમયથી એક મુકાદમ ફરજ બજાવતા હતા. તેમની બદલી કરવામાં આવતી હતી. જ્યારે સફાઇ અને ધૂળના પ્રશ્નને લઇને થોડા દિવસો પહેલા તમામ વોર્ડના મુકાદમોની અરસપરસ બદલી કરી દેવામાં આવી હતી.

તમામ વોર્ડના મુકાદમની બદલી |મુકાદમ દરેક વોર્ડના સદસ્ય સાથે બેઠક કરી સ્વચ્છતાના પગલા લે

કડકાઇ|પાલિકાના પદાધિકારીઓએ શહેરના મુકાદમો સાથે બેઠક કરીને સ્વચ્છતા જાળવવાના આદેશ કર્યા

પાલિકા દ્વારા તા. 3 નવેમ્બરના રોજ મુકડદમોની આંતરીક બદલી કરાયા બાદ પ્રથમ વખત રીવ્યૂ બેઠક મંગળવારના રોજ બોલાવાઇ હતી. બેઠકમાં મુકાદમોની કામગીરીનું નિરીક્ષણ કરી તેમને જરૂરી સૂચનો આપવાના હતા. જેમાં 3 વોર્ડના મુકાદમો હાજર રહ્યા હતા. આથી ત્રણેય મુકાદમોને પાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે.

બેઠકમાં હાજર રહેનાર ત્રણ મુકાદમોને નોટિસ અપાઇ

અન્ય સમાચારો પણ છે...