તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • કામમાં બેદરકારી કરનારા મંત્રીની ઝપટે ચઢ્યા: ST ટ્રાફિક ઇન્ચાર્જને સસ્પેન્ડ કર્યા

કામમાં બેદરકારી કરનારા મંત્રીની ઝપટે ચઢ્યા: ST ટ્રાફિક ઇન્ચાર્જને સસ્પેન્ડ કર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમંત્રીની ઓચિંતી મુલાકાતમાં સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં ફેલાયેલી ગંદકી અને દારૂની ખાલી બોટલોનો વિષય ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. જેનો પડઘો પડતા સુરેન્દ્રનગર એસ.ટી. બસ ડેપોનાં ઇન્ચાર્જ ટી.આઈ.ને સસ્પેન્ડ કરાતા ચકચાર ફેલાઇ છે. ઉપરાંત ડેપોના અન્ય ત્રણ કર્મીઓ સામે નોટિસની તજવીજ હાથ ધરાતા કર્મીઓમાં ફફડાટ ફેલાયો હતો.

રાજ્યના વાહનવ્યવહાર મંત્રી વલ્લભભાઇ કાકડિયા સહિતનાએ સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોની અચાનક મુલાકાત લીધી હતી. જેમાં દારૂની સંખ્યાબંધ બોટલો, અનેક જગ્યાએ ફેલાયેલી ગંદકી અને પાનની પીચકારી જોઇ મંત્રીએ કર્મચારીઓને ખખડાવીને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. બીજી તરફ સુરેન્દ્રનગરની પ્રજાને નવા મોડેલ બસ સ્ટેશનની સુવિધા કયારે મળશે તેનું કાંઇ નક્કી નથી. પરંતુ હાલનો જર્જરિત તેમજ ખખડધજ એસ.ટી.ડેપો પણ હવે દારૂની મહેફિલનો અડ્ડો અને ગંદકીનું ઘર બની ગયો હોય તેમ મંત્રીની ઓચિંતી મુલાકાતથી પ્રકાશમાં આવ્યો છે. જેના કારણે ટોપીક ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આથી એસ.ટી. બસ ડેપોનાં ઇન્ચાર્જ ટી.આઈ.ને સસ્પેન્ડ તેમજ અન્ય ત્રણ કર્મીને નોટિસ અપાઇ છે.

^ડેપોમાં બનેલી ઘટનમાં બેદરકારી દાખવવા બદલ કાર્યવાહી કરી છે. જેમાં બસ ડેપોનાં ઇન્ચાર્જ ટ્રાફિક ઇન્સ્પેકટર (ટી.આઈ.) આર.પી.રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત ડેપોનાં અન્ય ત્રણ કર્મીઓ સામે નોટીસની કાર્યવાહી હાથ ધરાશે.> જે.આર.અગ્રવાત,ડેપોમેનેજર

ઓચિંતા મુલાકાતમાં મંત્રીને સુ.નગર ડેપોમાં દારૂની બોટલ જોવા મળી

અન્ય સમાચારો પણ છે...