• Gujarati News
  • વઢવાણ જનસેવા કચેરીમાં પ્રમાણપત્ર મેળવવા પ્રશ્ને હલ્લાબોલ

વઢવાણ જનસેવા કચેરીમાં પ્રમાણપત્ર મેળવવા પ્રશ્ને હલ્લાબોલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં પરિણામોની મૌસમ શરૂ થઇ છે. આથી પ્રવેશ મેળવવા માટે જરૂરી પ્રમાણપત્ર કઢાવવા માટે વિધાર્થીઓની લાઇનો લાગે છે. ત્યારે વઢવાણ જનસેવા કચેરીમાં પ્રમાણપત્રોની લાંબી લાઈનોથી વિધાર્થીઓ અને અરજદારો ત્રાહીમામ પોકારી ઉઠયા હતાં. આ દરમિયાન કંટાળેલા અરજદારો અને તંત્રમાં વિધાર્થીઓએ હલ્લાબોલ કરતા દોડધામ મચી હતી.
રાજય પરી ાા બોર્ડના ધો. ૧૨ સાયન્સ સહિતના પરિણામો જાહેર થયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પરિણામોની મૌસમ શરૂ થઇ છે. આથી પ્રવેશ મેળવવા માટે જરૂરી પ્રમાણપત્રો કઢાવવા સરકારી કચેરીઓમાં વિધાર્થીઓ અને અરજદારોની લાંબી લાઈનો લાગે છે. ત્યારે વઢવાણ જનસેવા કેન્દ્રમાં લાંબી લાઈનોથી કંટાળેલા અરજદારો અને વિધાર્થીઓએ હલ્લાબોલ કર્યોહતો. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ વઢવાણ જનસેવા કેન્દ્ર પાછળ આવેલ જર્જરિત મકાનમાં નો-ક્રિમિનલ સહિતનાં પ્રમાણપત્રો આપવાની વ્યવસ્થા કરાઇ છે. પરંતુ આ સ્થળે અરજદારો અને વિધાર્થીઓ માટે ખૂબ નાનુ પડતુ હતું. તેમાં પણ બુધવાર અનેે ગુરૂવારે લાંબી લાઈનો લાગી હતી. આથી સવારથી લાઇનોમાં ઉભેલા અરજદારોનો વારો મોડી સાંજ સુધી આવતો ન હતો. આ ઉપરાંત પાણી અને બેસવાની વ્યવસ્થા ન હોવાથી અરજદારો અને વિધાર્થીઓ ત્રાહિમામ પોકારી ઉઠતા હલ્લાબોલ કર્યોહતો. આથી પોલીસ બોલાવવી પડે તેવી સ્થિતિ સર્જાતા તંત્રમાં દોડધામ મચી હતી. આ અંગે વઢવાણ જનસેવા કચેરીના પટેલભાઈ અને રાવલભાઈએ જણાવ્યું કે, એકસાથે પ્રમાણપત્રો કઢાવવા માટે ધસારો થતા આ સમસ્યા સર્જાઇ છે. જયારે બેસવાની અને પાણીની વ્યવસ્થા ઉરચક ાાએથી કરવાની હોય છે. આમ છતાં તમામ અરજદારોને ઝડપથી પ્રમાણત્રો મળે તેવા પ્રયાસો હાથ ધર્યા છે.