• Gujarati News
  • સુરેન્દ્રનગરના મેળામાં સગીરા સાથે દુષ્કર્મ કરનારને ૭ વર્ષની સજા

સુરેન્દ્રનગરના મેળામાં સગીરા સાથે દુષ્કર્મ કરનારને ૭ વર્ષની સજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાતા મેળાઓમાં માનવ મહેરામણ હીલોળે ચડે છે. ત્યારે વર્ષ ૨૦૦૯માં સાતમ-આઠમના યોજાયેલ મેળામાં એક ૧૬ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરાયુ હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.તાજેતરમાં ચાલી જતા સુરેન્દ્રનગરની દ્વિતિય અધિકસત્ર કોટર્ના જજે આરોપીને તકસીરવાન ઠેરવી સાત વર્ષની કેદની સજા અને દંડનો હૂકમ કર્યોછે.
સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રાવણ માસમાં યોજાતા મેળાઓમાં લાખો લોકો ઉમટી પડે છે. ત્યારે વર્ષ ૨૦૦૯માં જન્માષ્ટમીના રોજ મેળામાં એક સગીરા સાથે દુષ્કર્મ આચરાયુ હોવાની ફરિયાદ મૂળ ગાઝીયાબાદના અને તે સમયે ભડવાણા રહેતા સગીરાના મામાએ કરી હતી. જેમાં સગીરાને અકરમભાઇ ઇશરતઅલી શેખ રહે. ગાઝીયાબાદ નામનો શખ્સ મેળામાંથી બદકામ કરવાના ઇરાદે લલચાવી-ફોસલાવી ભગાડી જઇ દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયુ હતુ. આથી સુરેન્દ્રનગર શહેર પોલીસે અકરમભાઇની અટક કરી જેલ હવાલે કર્યોહતો. આ અંગેનો કેસ તાજેતરમાં સુરેન્દ્રનગર દ્વિતીય અધિકસત્ર કોટર્માં ચાલી ગયો હતો. સરકારી વકીલ તરલેશભાઇ વ્યાસે ધારદાર દલીલો રજૂ કરી હતી. ન્યાયાધીશ ભરતભાઇ ટી. દવેએ આ દુષ્કર્મ કેસના આરોપી અકરમભાઇ ઇશરતઅલી શેખ રહે. ગાઝીયાબાદને દુષ્કર્મના ગુનામાં કસૂરવાર ઠેરવી સાત વર્ષની સખત કેદની સજાનો હૂકમ કર્યોહતો. આ ઉપરાંત રૂપિયા પ હજારનો દંડ પણ ભરવા જણાવાયુ છે. જો આરોપી અકરમભાઇ દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા તેણે ભોગવવાની રહેશે.