• Gujarati News
  • સમગ્ર ઝાલાવાડમાં શનિજયંતીની ઉજવણી : મંદિરમાં ભકતોનો ધસારો

સમગ્ર ઝાલાવાડમાં શનિજયંતીની ઉજવણી : મંદિરમાં ભકતોનો ધસારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિત સમગ્ર જિલ્લામાં બુધવારના રોજ શનેશ્વર જયંતીની ઉજવણી કરાઇ હતી.
વઢવાણ ભોગાવા નદી કાંઠે જીઆઇડીસી વિસ્તારમાં આવેલ શનિદેવના મંદિરે બુધવારે સવારથી ભકતો શનિદેવના દર્શન અને પૂજા માટે ઉમટી પડયા હતા. ભકતોએ શનિદેવને તેલ અને કાળા અડદ ચડાવી રીઝવવાનો પ્રયત્ન કર્યોહતો. વઢવાણના ઘરશાળા રોડ પર આવેલ શનિદેવના મંદિરે તા. ૨૮ મેને બુધવારે વૈશાખી અમાસ નીમીત્તે શનિજયંતીની ઉજવણી કરાઇ હતી. જેમાં સાંદીપની ગુરૂકૂળ, પોરબંદરના શાસ્ત્રી મનનભાઇ દવેના આચાર્યપદે શનિયજ્ઞ યોજાયો હતો.
ચોટીલા : ચોટીલા હાઇવે પર ખોડિયાર આશ્રમમાં બુધવારે શનિ જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શનિદેવની મૂર્તિને તેલ ચઢાવી ઓમ શં શનેશ્વરાય નમ: ના પાઠ કરવામાં આવ્યા હતા. આશ્રમના મહંત રામાનંદબાપુ દ્વારા આ પ્રસંગે હવન, મહાપ્રસાદ તેમજ સંતવાણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
વઢવાણમાં શનિ મંદિરે શનિ દેવની પ્રતિમાને પૂજન અને હવનનું આયોજન કરાયુ હતુ. તસવીર:અસવાર જેઠુભા