• Gujarati News
  • ચોટીલા પંથકમાં હથિયારો સાથે બે શખ્સ ઝડપાયા

ચોટીલા પંથકમાં હથિયારો સાથે બે શખ્સ ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ વડા ડી.એન.પટેલની સૂચનાથી એસઓજી પીઆઇ આર.એલ. પંડયા, શરીફખાન, જીતુભાઈ પરમાર, દાદુભાઈ, મગનલાલ, ઘનશ્યામભાઈ, દિગુભા, નિતિરાજસિંહ, રાજદીપસિંહ, દાજીભાઈ, ઇસ્લામખાન, રમેશપુરી તથા તેમના સ્ટાફે ચોટીલાના પરબડી ગામના બોર્ડ પાસેથી બે શખ્સોને દેશી હાથ બનાવટી બે તમંચાઓ સાથે દબોચી લીધા હતાં. શખ્સોની પૂછતાછ કરતા ચોટીલાના ધર્મપુરના ૩૩ વર્ષના વિનુભાઈ ઓળકીયા અને ઢોકળવા ગામના ૩૦ વર્ષના ઉમાભાઈ બાઘુભાઈ કાઠીદરબાર હોવાનું ખૂલ્યું હતું. શખ્સો પાસેથી પોલીસે ૧૦,૦૦૦ની કિંમતના બે તમંચાઓ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. થોડા દિવસો પહેલા જ ચોટીલામાં ગેરકાયદેસર હથિયાર વેચવાના કારસ્તાનમાં સાધુ સહિત બેની ધરપકડ બાદ વધુ બે શખ્સો હથિયારો સાથે ઝડપાતા હથિયારોના લે-વેચના શખ્સોના મૂળ સુધી પહોંચવાની પોલીસને આશા છે.