• Gujarati News
  • ગુજરાત રાજયમાં નરેન્દ્રભાઈ મોદીએ ૧૦૮ એમ્બ્યુલન્સની ૨૪ કલાક સેવા શરૂ

ગુજરાત રાજયમાં નરેન્દ્રભાઈ મોદીએ ૧૦૮ એમ્બ્યુલન્સની ૨૪ કલાક સેવા શરૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રાજયમાં નરેન્દ્રભાઈ મોદીએ ૧૦૮ એમ્બ્યુલન્સની ૨૪ કલાક સેવા શરૂ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં હજારો લોકોની જિંદગી બચાવી હતી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા દેશભરમાં અરછે દિનની શરૂઆતની વાતો થઇ રહી છે. ત્યારે વઢવાણમાં એકમાત્ર ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા રાત્રે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. વઢવાણ તાલુકાના ૪૫ ગામો, વઢવાણ શહેર અને જોરાવરનગર વિસ્તારમાં એક એમ્બ્યુલન્સ ૧૦૮ વાન ફાળવવામાં આવી હતી. આથી આ વાહન વઢવાણ સામૂહિક કેન્દ્ર પરથી જરૂરિયાતમંદ દર્દીઓને પ્રાપ્ત થાય છે. પરંતુ ૧૦૮ વાનની સેવા રાત્રે ૮ થી સવારે ૮ સુધી બંધ કરવાનો નિર્ણય કરાતા અરછે દિનને બદલે બૂરે દિનની શરૂઆત થઇ ગઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર વઢવાણમાં રાત્રે ૧૦૮ સેવા બંધ કરાતા અન્યાયની લાગણી ઉઠતા આંદોલનનાં ભણકારા વાગી રાાં છે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા ૧૦૮ના અધિકારી જીતેન્દ્રભાઈ ચાવડાએ જણાવ્યું કે, આ નિર્ણય ઉરચક ાાએથી લેવાયો છે. દર મહિને ૧૫૦થી વધુ કેસો હોવા જોઇએ. પરંતુ વઢવાણમાં આશરે ૧૨૦ થી ૧૩૦ જેટલા અને રાત્રે બહુ ઓછા કેસો આવે છે. આથી આ નિર્ણય ઉરચક ાાએ લેવાતા વઢવાણમાં રાત્રે ૧૦૮ સેવા હવે નહીં મળે.
લીંબડી : નળકાંઠાના શિયાણી, જાંબુ અને રાણાગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોને ઇમરજન્સી સારવાર મળી રહે તે માટે ત્રણ વર્ષથી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ફાળવાઇ છે. પરંતુ છેલ્લા ચાર માસથી શિયાણી ખાતેની રાત્રિ દરમિયાન ૧૦૮ સેવા બંધ કરી દેવાઇ છે. ત્યારે શિયાણી, ઘાઘરેટીયા, નાની કઠેચી, મોટી કઠેચી, રાણાગઢ, ધલવાણા, મૂળબાવળા, પરનાળા, પરાલી, જાળીયાળા, વડેખણ, ફુલવાડી સહિત ખજેલી ઉપરાંત ૩૮ જેટલા ગામના લોકોની રાત્રે દરમિયાન ઇમરજન્સી આરોગ્ય સેવાઓ બંધ થતા ભારે હાલાકી પડી રહી છે. ખાસ કરીને પ્રસૂતાના કેસમાં ૧૦૮ સેવા ગરીબ લોકો માટે ખૂબ જ આશિર્વાદ રૂપ સાબિત થતી હતી. અકસ્માતોમાં ઇજાગ્રસ્તોને ઘટના સ્થળે રાત્રે સારવાર મળતી હતી. પરંતુ છેલ્લા ચાર માસથી શિયાણી ગામે ફાળવેલી ૧૦૮ સેવા બંધ થતા લોકોને ઇમરજન્સી સમયે ન છૂટકે ખાન વાહનો લઇ તાલુકા મથકે દોડવુ પડી રાું છે. આ બાબતે તાવી ગામના પૃથ્વીરાજસિંહ રાણા, હિતેન્દ્રસિંહ રામા, શિયાણી ગામના નવલસિંહ મકવાણા, અજયસિંહ ઝાલા ઉપરાંત નળકાંઠા સમસ્ત ગ્રામજનોએ જિલ્લા કલેકટરમાં બંધ કરાયેલી રાત્રે ૧૦૮ સેવા પૂન: શરૂ કરવા રજૂઆત કરી છે.
જિલ્લાના ૮૦થીવધુ ગામોમાં ૧૦૮ની રાત્રિસેવા બંધ