• Gujarati News
  • સુરેન્દ્રનગરમાં નીકળેલી જૈન સતીની પાલખીયાત્રામાં જૈન જૈનેતરો ઊમટયા

સુરેન્દ્રનગરમાં નીકળેલી જૈન સતીની પાલખીયાત્રામાં જૈન-જૈનેતરો ઊમટયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરની સુભાષ સોસાયટીમાં આવેલ પૂનમચંદ્રજી મહારાજ સાહેબના ઉપાશ્રયે શેષકાળમાં બીરાજતા જૈન સતીજી શુક્રવારના રોજ સવારે બીમારી બાદ સમાધીપૂર્વક કાળધર્મ પામ્યા હતા.
લીંબડી અજરામર સંપ્રદાયના રૂ મણીબાઇ મહાસતીજી પાસે વર્ષ ૧૯૭૦માં વઢવાણ ખાતે મુંબઇના લીલાવતીબેન પાનાચંદભાઇ સંઘવીએ દી ાા અંગીકાર કરી હતી. દી ાા બાદ અનંતપ્રભાબાઇ નામ ધારણ કરનાર ૬૯ વર્ષીય અનંતપ્રભાબાઇ મહાસતીજી શુક્રવારના રોજ સવારે કાળધર્મ પામ્યા હતા.છેલ્લુ ચાતુર્માસ અમદાવાદના બાપુનગર ઉપાશ્રયે કર્યુ હતુ.૪૪ વર્ષના દી ાાપર્યાય દરમિયાન મધુર વ્યાખ્યાતા અને ઉગ્ર તપસ્વી રહેલા અનંતપ્રભાબાઇ મહાસતીજી કાળધર્મ પામ્યાની વાત વાયુવેગે ફેલાતા સુરેન્દ્રનગર ઉપરાંત વઢવાણ, લીંબડી, રાજકોટ, અમદાવાદ, ધ્રાંગધ્રા સહિતના સ્થળોએથી જૈન - જૈનેતરો પાલખીયાત્રામાં ઉમટી પડયા હતા. સુભાષ સોસાયટીના પૂનમચંદ્રજી મહારાજ સાહેબના ઉપાશ્રયેથી નીકળેલી પાલખીયાત્રા સ્મશાનગૃહ સુધી પહોંચતા જય જય નંદા, જય જય ભદ્રાનો નાદ સમગ્ર રસ્તા પર ગૂંજી ઉઠયો હતો.ભરતભાઇ શેઠ, ભરતભાઇ ડેલીવાળા, પ્રકાશભાઇ ધોળકીયા, હસુભાઇ શિયાણીવાળા, મુગટલાલ શાહ, કિશોરભાઇ ખાટડીવાળા સહિત પ્રાર્થના મંડળના યુવાનો અને જૈન-જૈનેતરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
સુરેન્દ્રનગર શહેરમાં જૈન સતી કાળધર્મ પામતા પાલખીયાત્રા નીકળી હતી.