• Gujarati News
  • જયહિંદ ટ્રોફી માટે બોટાદની ટીમની પસંદગી કરવામાં આવી

જયહિંદ ટ્રોફી માટે બોટાદની ટીમની પસંદગી કરવામાં આવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયહિંદ ટ્રોફી માટે બોટાદની ટીમની પસંદગી કરવામાં આવી
લીંબડી નવરચિત ં બોટાદ જિલ્લાની પ્રથમ ટીમની પસંદગી કરવામાં આવેલ છે જેમાં બોરીચા ભાવેશ, અલ્કેશ ભટ્ટ, ફારૂક ખોખર, ધર્મેન્દ્ર જેબલીયા(કેપ્ટન), કિરણ સોલંકી, જમોડ રમણ, આલોક મકવાણા (વી.કી.), નરેશ ઘોડકીયા, દીલીપ પઠાયા, રમેશ મકવાણા, અશોક ડાંગર, જીતેન્દ્ર પટેલ, જયેશ ખોખર, વિનોદ રામાનુજ, વલ્લભ ચૌહાણ, મહેશ ચાવડા, અજીત ઝાંપડીયા, બાવકુ ધાધલ, જીગ્નેશ રાવજકા, હરેશ ખાચર, આ ટીમ ફકત ૩૧-૦૫-૧૪ ના રોજ શરૂ થનારા મેચ માટે પસંદગી પામેલ તમામ ખેલાડીઓએ રાજકોટ ખાતે તા. ૩૦-૦૫-૧૪ ના રોજ પહોંચી જવાનું રહેશે.
લીંબડીમાં નાણાકીય લેવડદેવડ બાબતે યુવાન પર હુમલો
લીંબડીલીંબડી જૂના તાલુકા પંચાયત માર્ગે આવેલા કોળી પટેલ શેરીમાં લગ્ન પ્રસંગે સામાજિક નાણાકીય લેવડદેવડમાં પૈસા ઓછા અપાયા હોવાની બાબતે એક જ પરિવારના લોકો વરચે માથાકૂટ થઇ હતી. જેમાં મનુભાઈ ઇશ્વરભાઈ કોળી પટેલ ઉપર તેમના જ કુટુંબનાં શૈલેષભાઈ ઇશ્વરભાઈ કોળી, રાજેશભાઈ ઇશ્વરભાઈ કોળી તથા અન્ય બે ભરવાડના યુવાનો એમ કુલ પાંચ લોકો બેઝબોલનાં ધોકા, પાઇપ, લાકડીઓ લઇ તૂટી પડયા હતાં. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા મનુભાઈ ઇશ્વરભાઈ કોલીને લોહી-લુહાણ હાલતમાં સારવાર માટે પ્રથમ લીંબડી સરકારી દવાખાને જયારે વધુ સારવાર માટે અર્થે સુરેન્દ્રનગર ખસેડાયો હતો. લીંબડી પોલીસે શૈલેષભાઈ ઇશ્વરભાઇ તથા રાજેશભાઇ ઇશ્વરભાઈ વિરૂદ્ધ મારમારીનો ગુનો નોંધી વધુ તપાસ મનસુખભાઈ ડી.હડીયલ ચલાવી રાાં છે.
વઢવાણ શહેરમાંથી દારૂ સાથે બે શખ્સો ને ઝડપી પડાયા
સુરેન્દ્રનગરવઢવાણ શહેરમાંથી દારૂ, જુગારની પ્રવૃતિ બેરોકટોક વધી રહી છે. ત્યારે વઢવાણના કોળીવાડમાં દારૂના ૬ ટીન સાથે બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા.વઢવાણ શહેરમાં દારૂ, જુગાર સહિતની અસામાજીક પ્રવૃતિઓ ફૂલીફાલી છે. ત્યારે વઢવાણ શહેરના કોળીપરા વિસ્તારમાં વઢવાણ પોલીસે દરોડો કર્યોહતો. જેમાં ગોવિંદભાઇ બચુભાઇ કોળી, વસીમભાઇ અબ્બાસભાઇને દારૂના ૬ ટીન સાથે ઝડપી લેવાયા હતા. આ બનાવ અંગે વધુ તપાસ વઢવાણ પોલીસ ચલાવી રહી છે.
સુરેન્દ્રનગરના જોરાવરનગરમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગરજોરાવરનગર ઇન્ચાર્જ પી.એસ.આઈ. પી.બી.રામાનુજ, નારાયણભાઈ, રાજભા, આશિફભાઈ સહિતની ટીમે રાત્રિના સમયે નાઇટ પેટ્રોલિંગ હાથ ધરીને ચેકિંગ હાથ ધર્યુ હતું. ત્યારે જોરાવરનગરની મુખ્ય બજારમાંથી મહેશભાઈ ઉર્ફે ભોલો