વઢવાણ ભોગાવામાં રેતીચોરી કરતા બે ટ્રેક્ટરો પકડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
5 ટન રેતી અને ટ્રેકટર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભાસ્કર ન્યુઝ | સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરવઢવાણ ભોગાવામાં પાણી ઓસરતા રેતીચોરો સક્રિય બન્યા છે. વઢવાણ મામલતદારની ટીમે જોરાવરનગર પુલ પાસેથી રેતી ચોરી કરતા બે ટ્રેક્ટરો પકડી પાડ્યા છે. જેમાં 5 ટન રેતી અને ટ્રેકટર લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો.

ભોગાવા નદીમાં રેતી માફીયાઓ કુદરતી સંપદાની રાત્રે અને વહેલી સવારે ચોરી કરી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડી રહ્યા છે. અંગેની બાતમી મળતા પ્રાંત અધિકારી નરેન્દ્રસિંહ રાજપૂતે વઢવાણ મામલતદાર કચેરીને કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેમાં નાયબ મામલતદાર મહોબતસિંહ પરમાર, હરપાલસિંહ ડોડીયા સહિતનાઓએ 5 ટન રેતી અને ટ્રેકટર સાથે રૂ. 4.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ડ્રાઇવરોની તપાસ કરતા ટ્રેકટરો ગોપાલભાઇ બાંભા અને રમેશભાઇ મંગાજી વણઝારાના હોવાનું બહાર આવ્યુ હતુ.

વઢવાણ ભોગાવામાં રેતીચોરી કરતા બે ટ્રેકટર ઝડપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...