ઝાલાવાડમાં પત્તા ટીચતા 22 ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરજિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા તત્વો પર પોલીસ દરોડા પાડીને ધોસ બોલાવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર, પાટડી, મીણાપુર અને ચાંચકામાં પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં 22 શખ્સોને રૂપિયા આશરે રૂપિયા 70 હજારની મત્તા સાથે ઝડપી લીધા હતા.

સુરેન્દ્રનગર શહેરના વડનગર વિસ્તારમાં ડીવીઝન પોલીસે દરોડો કર્યો હતો. જેમાં પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા લગધીરસિંહ જાડેજા, સુરસિંહ રાઠોડ, દશરથસિંહ વાઘેલા ઝડપાઇ ગયા હતા. શખ્સો પાસેથી પટમાં રહેલા રોકડા રૂપિયા 1560 અને બે મોબાઇલ સહીત રૂપિયા 2560 કબજે લઇ ગુનો નોંધી વધુ તપાસ બી.એચ.પરમાર ચલાવી રહ્યા છે.

પાટડી : ઝીંઝુવાડા પીએસઆઇ આર.આર.બંસલ, દાનાભાઇ રજીયા અને સાગરભાઇ કલોત્રા સહિતના પોલિસ સ્ટાફે મુલાડા ગામે દરોડો પાડ્યો હતો. દરોડામાં લાધુ ઠાકોર, દાદુભા ઝાલા, સત્સંગ ઝાલા, જસુ ઠાકોર અને જેરામ ઠાકોરને રોકડ મળી કુલ રૂ.10530ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે એક આરોપી કરસન ઠાકોર પોલિસને થાપ આપીને નાસી છુટ્યો હતો. ઝીંઝુવાડા પોલિસે જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ ઝીંઝુવાડા પોલિસ મથકના એસ.એ.આહિર ચલાવે છે.

ચૂડા : ચૂડાના મીણાપુર ગામની બાપા સીતારામની મઢુલી પાસે પોલીસે રેડ કરી હતી. જેમાં જૂગાર રમતા દિગ્વિજય રાણા, ઉકાભાઇ ધોળકીયા, શામજીભાઇને રૂ.10280ની રકમ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે ચાચકાની સીમમાં રામજીભાઇ, સંજયભાઇ, રમેશભાઇ, સોમાભાઇ, શૈલેશભાઇ, રાયસંગભાઇ, પ્રવિણભાઇ, રાજુભાઇ, કરમશીભાઇ, ભોલાભાઇ, કાળુભાઇ સહીત 11 શકુનીઓ પકડાયા હતા. ઉપરાંત રોકડ રૂ.44730ની રકમ તથા મોબાઇલ સહિત 46200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો હતો. રેડમાં ચૂડા પોલીસના વખતસિંહ, યુવરાજસિંહ, હિતેન્દ્રસિંહ તથા પીએસઆઇ એ.આર.ગોરી જોડાયા હતા.

સુરેન્દ્રનગર, પાટડી, મીણાપુર અને ચાંચકામાં પોલીસના દરોડા

અન્ય સમાચારો પણ છે...