તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

STની 200 ટ્રીપ કેન્સલ..સ્વાતંત્ર પર્વની ડ્યૂટીમાં હાજર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજયકક્ષાનાસ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મોરબી જિલ્લમાં થવાની છે. ત્યારે છેવાડાના માનવીને પણ લાભ મળે તે માટે 343 એસ.ટી.બસોની માંગ કરવામાં આવી હતી. જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ચાર ડેપોમાંથી 55થી વધુ એસ.ટી.બસો ફાળવી દેતા દેકારો બોલી ગયો હતો. ફાળવેલી બસનાં કારણે જિલ્લામાં અંદાજે 200થી વધુ ટ્રીપો બંધ કરી દેવાનો ઘાટ સર્જાયો છે. આમ છાશવારે જિલ્લામાંથી વિવિધ કાર્યક્રમો પાછળ દોડાવાતી એસ.ટી.બસોનાં કારણે એસ.ટી. અને સરકારી તંત્ર સામે મુસાફરોમાં રોષ ફેલાયો છે.

રાજયકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની તડામાર તૈયારીઓ મોરબી જિલ્લામાં ચાલી રહી છે. ત્યારે કાર્યક્રમમાં છેવાડાનો માનવીને પણ લાભ મળે તે માટે સરકારી તેમજ એસ.ટી.તંત્રે પણ દોડાદોડી કરી હતી. કાર્યક્રમ અંતર્ગત અંદાજે 343 બસો પૂરી પાડવાની એસ.ટી.તંત્રને ફરજ પડી છે. જેના કારણે સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાંથી 20 બસો, લીંબડી-12, ધ્રાંગધ્રા-15 તેમજ ચોટીલા ડેપોમાંથી 7 સહિત કુલ 55થી વધુ બસો ફાળવી દેવામાં આવી છે. જેના કારણે ગ્રામ્ય પંથકની પણ ટ્રીપો કેન્સલ કરવામાં આવી હતી. ઉપરાંત બસો ફાળવાના કારણે જિલ્લાના ચારેય ડેપોની એસ.ટી.બસોની અંદાજે 200થી વધુ ટ્રીપો પર બ્રેક લાગી ગઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એસ.ટી.બસનાં સથવારે મુસાફરી કરતા હજારો મુસાફરો ચોમાસાના માહોલમાં વગર વરસાદે ખાનગી વાહનોનાં મોંઘા ભાડાના મારમાં ભીંસાવવાનો ઘાટ સર્જાયો છે. બીજી તરફ અવનવા કાર્યક્રમોમાં છાશવારે ફાળવાતી બસોથી એસ.ટી. અને સરકારી તંત્ર સામે મુસાફરોમાં રોષ ફેલાયો હતો.

^ ઉચ્ચકક્ષાએથી મળેલા આદેશ મુજબ કાર્યક્રમમાં એસ.ટી.બસો ફાળવી હતી. જેની સામે સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોના ચારેય ડેપોમાંથી અંદાજે 200 ટ્રીપો બંધ કરવામાં આવી છે.> જે.આર.અગ્રાવત,ડેપોમેનેજર, સુરેન્દ્રનગર

મુસાફરોને ધક્કા પરેડ|રાજ્યકક્ષાનો સ્વાતંત્ર કાર્યક્રમ મોરબીમાં થઇ રહ્યો છે ત્યારે જિલ્લાની 55થી વધુ બસ મોરબીમાં ઓનડ્યૂટી રાખી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો