તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • ઢસાથી જેતલસર રાષ્ટ્ર વિકાસ પરિષદના 70 કાર્યકર દ્વારા 14મીએ વિજયયાત્રા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઢસાથી જેતલસર રાષ્ટ્ર વિકાસ પરિષદના 70 કાર્યકર દ્વારા 14મીએ વિજયયાત્રા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જેતલસર-ઢસાબ્રોડગેજ રૂપાંતરને મંજૂર કર્યા ઉપરાંત સૌરાષ્ટ્ર વિકાસ પરિષદની અનેકવિધ માંગણીઓ સંતોષાતા ભારત સરકારનો આભાર માનવા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ દ્વારા સ્વતંત્ર પર્વની પૂર્વ સંદયા એટલેકે તા.14મી ઓગષ્ટના રોજ ઢસાથી જેતલસર સુધીની એક વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના મંત્રી ગુણવંતભાઈ ધોરડા જણાવ્યુંછેકે,આગામી14મી ઓગષ્ટે 70માં આઝાદી પર્વની પૂર્વસંઘ્યાએ સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના પ્રમુખ દિનેશભાઇ વિઠ્ઠલાણીની રાહબરી હેઠળ 70 આગેવાનો કાર્યકરો ઢસા(લાઠી)થી જેતલસર(જેતપુર) સુધી એક વિજયયાત્રા યોજાશે.

જેમાં વચ્ચે આવતા ઢસા, લાઠી, ચિત્તલ, અમરેલી, બાબરા, કુંકાવાવ, લૂણીધાર, વડિયા અને વાવડી વિગેરે ગામો અને શહેરોમાંથી જોડાનાર કાર્યકારોનું રેલવે સ્ટેશનો પર સ્વાગત કરાશે. વિજયયાત્રા સવારે 7.05 વાગ્યે ઢસાથી નીકળી 8.45 વાગ્યે જેતપુર પહોંચશે.આ તકે સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના મંત્રી જેતપુરના ગુણવંતભાઈ ધોરડાની આગેવાની હેઠળ પરિષદના 70 કાર્યકારોને કુંવારીકાના હસ્તે કુમકુમ તિલક કરી સત્કારાશે. સૌરાષ્ટ્ર વિકાસ પરિષદની સમયાંતરે કરાયેલી રજૂઆતને ધ્યાને લઇ ભારત સરકારે જેતલસર ઢસા બ્રોડગેઇજ રૂપાંતર મંજુર કરવા ઉપરાંત તે અંગેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી છે.

એટલુંજ નહિ, 2016/17 ના બજેટમાં પણ અંગેની નાણાકીય જોગવાઈ પણ મંજુર કરી દીધી છે. સિવાય ભૂતકાળમાં પણ ભારત સરકારે રાજકોટ સુરેન્દ્રનગર ડબલ ટ્રેક, ઇલે.ફિકેશનની માંગણી, રાજકોટથી લાંબા અંતરની ટ્રેનો, ઢસા જૂનાગઢ વાયા વિસાવદર બ્રોડગેજની માંગણીઓ સંતોષી હોય, ભારત સરકાર(રેલ તંત્ર)નો આભાર માનવા વિજયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

યાત્રામાં રાજકોટથી સુધીરભાઇ જોશી, યશવંતભાઈ જનાણી, જયંતીભાઈ કાલરીયા, ડો.નિશિત ચોટાઈ, જિમ્મી અડવાણી, હસુભાઈ કોટેચા, જેતપુરના ડો.જગદીપ નાણાવટી, વિગેરે હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો