જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ચોટીલામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી તા. 26ના રોજ ચોટીલા ખાતે થનાર છે. આ ઉજવણી અંતર્ગત કલેકટર કચેરીમાં કલેક્ટર ઉદીત અગ્રવાલની આગેવાનીમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ચોટીલાની સરકારી કચેરીઓ રોશનીથી શણગારવા, વિવિધ ટેબ્લો રજૂ કરવા, સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિના ગીતો, ડોગ શો, પોલીસ બેન્ડ, દેશભક્તીના ગીતો સહિતના કાર્યક્રમો અંગે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. મનીષ બંસલ, અધિક કલેક્ટર ચંદ્રકાંત પંડ્યા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...