નિવૃત માજી સૈનિકો માટે રોજગાર સેમીનાર યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી રાજકોટની અખબારી યાદી મુજબ રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, બોટાદ મોરબી જિલ્લામાં વસવાટ કરતા માજીસૈનિકોનો રોજગાર સેમીનારનું આયોજન કરાયું છે. જે અંતર્ગત તા.20 જાન્યુઆરી ના રોજ એરફોર્સ સ્ટેશન હકિમપેટ કરીમનગર હૈદરાબાદ હાઇવે સીકન્દ્રાબાદ તેલંગણાખાતે રોજગાર સેમીનાર યોજાશે. આ સેમીનારમાં ભાગ લેવ ઇચ્છુક અને લાયકાત ધરાવતા તમામ માજી સૈનિકોએ તેઓનું માજીસૈનીક તરીકેનું ઓળખપત્ર, વધારાની લાયકાતની ઝેરોક્ષની નકલો સાથે લઇજવા જણાવાયું છે. વધુ વિગત માટે ડીજીઆર નવી દિલ્હિની વેબસાઇટ http://www.dgrindia.com અને http://www.triviz.com પરથી મેળવવા જણાવાયું છે.

મૂળી તાલુકા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી સિધ્ધસરમાં
મૂળી | મૂળી તાલુકામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અલગ અલગ ગામોમાં કરવામાં આવેછે ત્યારે આ વખતે ૨૬મી જાન્યુઆરીની તાલુકા કક્ષાની ઉજવણી સિધ્ધસર ગામે યોજાશે જેમાં પ્રભાતફેરી સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મામલતદાર આઇ.ડી.વાઘેલા દ્વારા ધ્વજવંદન કરાશે. આ કાર્યને સફળ બનાવવા સરપંચ અનિરૂદ્ધસિંહ ઝાલા, મનુભા ખાચર, ઇન્દુભા પરમાર સહિતનાં જહેમત ઉઠાવી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં ભવ્ય દિક્ષા મહોત્સવ યોજાશે
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરના હરેશભાઇ વસાના પુત્ર જય તા. 22 જાન્યુઆરીના રોજ અસાર સંસારનો ત્યાગ કરીને સંયમ માર્ગે પ્રયાણ કરી રહ્યા છે. આચાર્ય ભગવંત વિજય અભયશેખરસૂરીશ્વરજીની નીશ્રામાં યોજાનાર આ દિક્ષા મહોત્સવમાં મોટી સંખ્યામાં જૈન જૈનેતરો જોડાશે.

અન્ય સમાચારો પણ છે...