તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોટીલાના રામપરા(રાજ) ગામે જુગારધામ પર દરોડા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બામણબોરપોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી ટીમે ચોટીલા તાલુકાના રામપરા (રાજ) ગામે જુગારના બે દરોડા કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. દરોડામાં પોલીસે રોકડા રૂપિયા, મોબાઇલ અને બાઇક સહીત રૂપિયા 2.50 લાખથી વધુના મુદ્દામાલ સાથે 12 શખ્સોને ઝડપી લીધા હતા. જયારે નાસી છૂટેલા 6 શખ્સોને પકડવા પોલીસે તપાસ આરંભી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં છાનાખૂણે વકરેલી જુગારની બદીને ડામવા પોલીસ વડા દીપકકુમાર મેઘાણીએ કડક સૂચના આપી છે. દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એ.ડી.પરમાર, એલસીબી પીઆઇ કે.આર.સીસોદીયા, રવિભાઇ, અસ્લમખાન, ગિરીરાજસિંહ, ભગીરથસિંહ, અજયવીરસિંહ, દીલીપભાઇ, ભરતસીંહ સહિતનાઓ બામણબોર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. જેમાં ચોટીલા તાલુકાના રામપરા (રાજ) ગામે બે સ્થળે જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આથી રામપરા (રાજ)માં ભગાભાઇ દેવશીભાઇ કોળીના મકાનની પાછળ આવેલ ખૂલ્લી જગ્યામાં સૌ પ્રથમ દરોડો કરાયો હતો. જેમાં મનસુખભાઇ નકાભાઇ, લાલજીભાઇ સવાભાઇ, મુનાભાઇ હીરાભાઇ, દિલીપભાઇ વશરામભાઇ, રાઘવભાઇ નગાભાઇ, ધર્મેશભાઇ મેરામભાઇ, ભરતભાઇ જીણાભાઇ અને અનુભાઇ ધીરૂભાઇ જુગાર રમતા ઝડપાયા હતા. શખ્સો પાસેથી પટમાં રહેલા રૂપીયા 15,400, 7 મોબાઇલ ફોન અને 9 બાઇક સહિત રૂપીયા 1,89,400નો મુદ્દામાલ કબજે કરાયો હતો. જયારે દરોડા દરમિયાન ચાર શખ્સો નાસી ગયા હતા.

જયારે રામપરા (રાજ) ગામે રોજડી ભેખડ નામની સીમમાં પોલાભાઇ ઘૂસાભાઇ કોળીની વાડીમાં દરોડો કરાતા વાડી માલીક પોલાભાઇ ઘૂસભાઇ કોળી, ગિરીરાજભાઇ ભરતભાઇ કાઠી, લાલાભાઇ પોલાભાઇ કોળી, મનોજભાઇ નનકુભાઇ બસીયાને રૂપિયા 20 હજાર રોકડા, 2 મોબાઇલ અને 2 બાઇક સહિત રૂપીયા 67 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન હેમંતભાઇ પોલાભાઇ કોળી અને કાળુભાઇ કોળી નાસી ગયા હતા. બન્ને બનાવ અંગે બામણબોર પોલીસ મથકે ગુનો નોંધી નાસી છૂટેલા શખ્સોને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ચોટીલાના રામપરા (રાજ)ગામે જુગારના બે દરોડામાં 12 શખ્સો બાઇક સહિત 2.50 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા.

દરોડા દરમિયાન 12 શખ્સો ઝડપાયા : નાસી છૂટેલા 6 શખ્સોને શોધવા તપાસના ચક્રો ગતિમાન

પોલીસે રોકડ, મોબાઇલ, બાઇક સહિત રૂપિયા 2.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

અન્ય સમાચારો પણ છે...