તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વણોદમાં ટ્રેકટર સહિત સાધન વિતરણ સહાય ચૂકવવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતઅનુસુચિત જાતી વિકાસ નિગમ, સુરેન્દ્રનગર દ્વારા પાટડી તાલુકાના વણોદ ગામે સાધન સહાય વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં 29 મહિલાઓને મશીન અને 22 લાભાર્થીઓને ટ્રેક્ટર, રીક્ષા સહિતના સાધનોની સહાય આપવામાં આવી હતી.

સુરેન્દ્રનગરભાર્થીઓને રૂ. 80 લાખના ખર્ચે ટ્રેક્ટર, રીક્ષા, ઇકો ગાડી તેમજ ટેક્ષી અને મેક્ષી જેવા વાહનો આપવામાં આવ્યા હતા. પ્રસંગે એસ સી નિગમના ડિરેક્ટર પી.કે.પરમારે જણાવ્યું કે, સરકારની વંચિત દલિત લાભાર્થીઓને ગરીબ કલ્યાણ વર્ષ નિમીત્તે રોજગારી મળી રહે અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. પાટડી મામલતદાર એમ.એમ.સોલંકી, તાલુકા વિકાસ અધીકારી સોલંકી, નિગમના મેનેજર મનસુરી તેમજ લાભાર્થી ભાઇઓ બહેનો સહિત વિશાળ સખ્યાંમાં લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા કિશોરભાઇ વાઘેલા, નટુભાઇ રાઠોડ અને રમેશભાઈ તેમજ યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

દલિત સમાજના 50 લાભાર્થીઓને સહાય વિતરણ કરાઇ

અન્ય સમાચારો પણ છે...