તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનુસંધાન પહેલા પાનાનું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંજનાએકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમા શરૂ થયો હતો. જેમાં વિરેન્દ્રગઢ, નરાળી, સોલડી, કુડા, જેસડા સહિતના ગામોમાં વરસાદ પડતા ખેડૂતોએ વાવેલ ચોમાસુ પાક કપાસ, જુવાર અને શાકભાજીના પાકને ફાયદો થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. અંદાજે દોઢથી બે ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક થતા લોકોને ગરમીમા રાહત જોવા મળી હતી. વરસાદને લઈને અમુક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

બાળાનર્મદા કેનાલમાં...

પત્તોલાગ્યો હતો. કેનાલ પરથી બંને ભાઈઓમાંથી એકના ચંપલ, પાણીનો શીશો, ડબલુ વગેરે મળી આવ્યા હતાં. જ્યારે વઢવાણની સીમ બાલસાગર તળાવમાં સુરેન્દ્રનગર ટાવર વિરામ સામે રહેતા 21 વર્ષના અમરભાઈ પ્રવિણભાઈ દેગામા હાથપગ ધોવા ગયા હતાં. ત્યારે અચાનક તળાવમાં પગ લપસી જતાં તળાવના ઉંડા પાણીમાં ડૂબી જવાથી અમરભાઈનું મોત થયુ હતું. અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એમ.ડી.વાઘેલા કરી રહ્યાં છે.

સાયલાપાસેથી બે...

નંદલાલભાઇ,ભૂપેન્દ્રભાઇ, મહિપાલસિંહ, હરદેવસિંહ, શૈલેષભાઇ, વિજયભાઇ સહિતનાઓ સાયલા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે એસઓજી ટીમના દાદુભાઇને ઘમરાશાળા ગામની સીમમાંથી બે શખ્સો ગેરકાયદેસર હથીયાર સાથે પસાર થવાના હોવાની બાતમી મળતા એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી. જેમાં ઘાઘરેટીયાના માનસીંગભાઇ ઉર્ફે હકાભાઇ કમાભાઇ કોળી અને ઘમરાશાળાના અરવિંદભાઇ રણછોડભાઇ જમોડ પસાર થતા તલાશી લેવાઇ હતી. બન્ને શખ્સો પાસેથી રૂપિયા 5 હજારની કિંમતની બે દેશી બનાવટની બંદૂક મળી આવી હતી. તપાસ દરમિયાન બન્ને શખ્સોએ હથિયાર સાંગોઇના રણછોડભાઇ મેરાભાઇ શેખ પાસેથી ખરીદ્યુ હોવાની કબૂલાત કરી હતી. બન્ને શખ્સો સામે સાયલા પોલીસ મથકે આર્મસ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે.

પાણશીણાપોલીસ...

કલેકટરચોટીલા એસ. એમ. ડામોર, લીંબડી ના. પો. અધિક્ષક પી. જી. જાડેજા, નશાબંધીના અધીકારીઓ, પાણશીણા PSI સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...