તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાળમીલ રોડ પર એક વર્ષથી લટકતો થાંભલો કયારે રિપેર થશે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ પર અંદાજે એક વર્ષ પહેલા અકસ્માતને લીધે તૂટેલો થાંભલો વીજ કંપનીના પ્રી મોન્સુન પ્લાનમાં આવતો હોય તેમ લાગી રહ્યુ છે. અંગે વિસ્તારમાં રહેતા રહીશો વિજયભાઇ, રમેશભાઇ સહિતનાઓએ જણાવ્યુ કે, દાળમીલ રોડ પર ગોપાલભાઇ વાડી પાસે એકાદ વર્ષ પહેલા ટ્રક ચાલકે થાંભલા સાથે અકસ્માત કરતા થાંભલો વળી ગયો હતો. અંગે વીજ કંપનીને અવારનવાર લેખિત-મૌખીક રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી હાથ ધરાઇ નથી. હમણા ત્રણ-ચાર દિવસ પહેલા વાવાઝોડા સાથે પ્રથમ વરસાદથી થાંભલો હવામાં ઝોલા ખાતો હતો. અંગે ફરી વીજ કંપનીને જાણ કરવા છતાં આજ દિન સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. થાંભલો કોઇનો ભોગ લે પછી વીજ કંપની રિપેરીંગ કરશે કે શું તેવો લોકોમાં ગણગણાટ શરૂ થયો છે.

અન્ય સમાચારો પણ છે...