• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • ભાસ્કર િવશેષ | હોસ્પિટલની બહાર ખાનગી વાહનોના અડીંગાથી હવાનું પ્રદૂષણ વધતા દર્દીઓ ત્રસ્ત : સાયલન

ભાસ્કર િવશેષ | હોસ્પિટલની બહાર ખાનગી વાહનોના અડીંગાથી હવાનું પ્રદૂષણ વધતા દર્દીઓ ત્રસ્ત : સાયલન્સ બોર્ડ શોભાના ગાઠીયા સમાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરનીગાંધી હોસ્પિટલની બહાર ખાનગીવાહનોનો જમેલો જામતા લોકો ત્રસ્ત બની ઉઠ્યા છે. ત્યારે વિસ્તાર સાયલન્સ ઝોનમાં હોવાના બોર્ડ સાથે નજરે પડતા લોકો પણ આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતાં. હોસ્પિટલની આજુબાજુ નાના-મોટા વાહનોના દેકારાથી દિવસ-રાત પણ દર્દીઓ સાથે પરિવારજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

શહેરના માર્ગો પર બેફામ દોડતા ખાનગી વાહનોના કારણે ટ્રાફિક સમસ્યા પણ તંત્ર માટે માથાના દુ:ખાવા સમાન બની છે. ત્યારે શહેરમાં કેટલાંક એવા પણ વિસ્તારો આવેલા છે કે જ્યાં એકદમ શાંતિની જરૂરીયાત હોવાથી તેના નિયમનું પાલન જરૂરી બન્યુ છે. તેમ છતાં નિયમનું સરેઆમ ઉલ્લંઘન થતુ હોવાની બૂમરાણો ઉઠી છે. ગાંધી હોસ્પિટલની આજુબાજુ છેલ્લા ઘણા સમયથી ખાનગીવાહનોનો જમેલો જામી રહ્યો છે. જેમાં નાના-મોટા પેસેન્જર વાહનો, રિક્ષાઓ સહિતની દોડાદોડી હોસ્પિટલની આગળ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. ગાંધી હોસ્પિટલ સામે એસ.ટી.ડેપો હોવાથી બસમાં ઉતરતા મુસાફરોને ખાનગી વાહનોમાં બેસાડવાની હોડ જામી છે. આથી મુસાફરોને વધારે લેવાની લાલચમાં એકબીજા હરિફાઇમાં ઉતરતા વાહનચાલકો પોતાના વાહનોનો સતત મારો ચલાવીને અવાજનું પ્રદૂષણ ઓકતા દર્દીઓ અને લોકોમાં રોષ ફેલાયો છે. અંગે મીનાબેન, મનસુખભાઈ, પ્રહલાદભાઈ વગેરે જણાવ્યું કે, ખાનગીવાહનોની ભીડ તેમજ દેકારા સામે કાર્યવાહી કરવી જોઇએ.

સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ આગળ સાયલન્સ ઝોન હાલ શોભાના ગાઠીયા સમાન ભાસી રહ્યો છે. તસવીર-પ્રવીણ સોલંકી

સરકારી હોસ્પિ. પાસે સાયલન્સ ઝોનનો ક્યારે અમલ?

અન્ય સમાચારો પણ છે...