થાન નગરપાલિકાની 28માંથી 19 બેઠકો અનામત રહેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થાન નગરપાલિકાની ચૂંટણીનો બુંગીયો ઢોલ વાગી ચૂકયો છે. નવા સીમાંકન અમલી થતા રાજકીય સમીકરણો પણ બદલાયા છે. દરેક વોર્ડમાં ત્રણની જગ્યાએ ચાર સભ્યો થતા 50 ટકા અનામત સાથે આ વખતની ચૂંટણીમાં 14 મહિલાઓ ફરજીયાત ચૂંટાશે. પાલિકાની કુલ 28માંથી 19 બેઠકો અનામત રહેશે.

થાન નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની મુદત આગામી સમયમાં પૂરી થતી હોવાથી રાજય ચૂંટણી પંચ દ્વારા અનામત બેઠકોની નવેસરથી ફાળવણી કરાઇ છે. થાન પાલિકામાં નવા જાહેરનામા મુજબ 7 વોર્ડ અને 28 સુધરાઇ સભ્યો થશે. થાન નગરપાલિકા વિસ્તારમાં છેલ્લે પ્રસીધ્ધ થયેલ વસ્તી ગણતરીના આંકડા પર નજર કરીએ તો હાલ 42351ની વસ્તી છે.

પાલિકાના 28 સુધરાઇ સભ્યોમાંથી 50 ટકા મહિલા અનામતના નિયમ મુજબ 14 બેઠકો મહિલાઓને ફાળવવામાં આવી છે. આ ઉપરાંત અનુ. જાતિ અને પછાત વર્ગની વસ્તીને ધ્યાને લઇ વિવિધ વોર્ડમાં બેઠકો ફાળવાઇ છે. પાલિકાની ચૂંટણીમાં કુલ 19 બેઠકો મહિલા સહિત અનામત રહેશે.

થાન નગરપાલિકાની તસવીર.
વોર્ડ નંબર વસ્તી પ્રથમ બેઠક બીજી બેઠક ત્રીજી બેઠક ચોથી બેઠક

(સ્ત્રી) (સ્ત્રી)

1 5801 પછાત વર્ગ સામાન્ય અનુ. જાતિ સામાન્ય

2 6330 સામાન્ય સામાન્ય પછાત વર્ગ સામાન્ય

3 6265 અનુ. જાતિ સામાન્ય સામાન્ય સામાન્ય

4 5904 સામાન્ય સામાન્ય અનુ. જાતિ સામાન્ય

5 5285 સામાન્ય સામાન્ય પછાત વર્ગ સામાન્ય

6 6475 સામાન્ય સામાન્ય અનુ. જાતિ સામાન્ય

7 6291 અનુ. જાતિ સામાન્ય સામાન્ય સામાન્ય

અન્ય સમાચારો પણ છે...