• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • શાળાના આચાર્યને જાતી વિષયક શબ્દો બોલી અપમાનીત કરાયાની રજૂઆત

શાળાના આચાર્યને જાતી વિષયક શબ્દો બોલી અપમાનીત કરાયાની રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાની ગુંદાળા શાળાના શિક્ષક દંપતિ સામે પગલાં ભરવા માંગ


ચોટીલાતાલુકાના ગુંદાળા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક દંપતી અને આચાર્યનો વિવાદ વકર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ત્રણેયની બદલી કરાયા બાદ શાળાના આચાર્યે અન્ય શિક્ષકો સાથે શુક્રવારે જિલ્લા શિક્ષણ સમિતિમાં શિક્ષક દંપતી સામે ખાતાકીય પગલા ભરી ન્યાયની માંગણી કરી હતી.

ચોટીલા તાલુકાના ગુંદાળા ગામે આવેલ પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષક દંપતિની સામ-સામે ફરીયાદોને ધ્યાને લઇ શિક્ષણ વિભાગ દ્વારા ત્રણેયની સામૂહીક બદલીઓ કરાઇ હતી. જેમાં શિક્ષક દંપતિ સામે આચાર્યે જાતી અપમાનીત કરી માર મારવાની રજૂઆત કરી હતી. તા. 7 ફેબ્રુઆરીના રોજ કરાયેલી રજૂઆત બાદ પણ શિક્ષક દંપતિ સામે કોઇ ખાતાકીય પગલા લેવાતા આચાર્ય સામતભાઇ વશરામભાઇ પરમાર, એ.એ.પરમાર, એન.જી.વાઘેલા, જી.ડી.વાઢેર સહિતનાઓ શુક્રવારે જિલ્લા પંચાયત ધસી આવ્યા હતા.

અને જિલ્લા શિક્ષણાધિકારી તથા શિક્ષણ સમિતિના ચેરમેનને લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયા મુજબ શિક્ષક દંપતી સામે તાકિદે ખાતાકીય તપાસ હાથ ધરી તેમના વિરૂધ્ધ પગલા ભરી ન્યાયની માંગણી આચાર્ય દ્વારા કરાઇ છે.

આચાર્ય સાથે અન્ય શિક્ષકો ન્યાયની માંગણી માટે જિ.પંચાયત આવ્યા. તસવીર-વિપુલજોશી

અન્ય સમાચારો પણ છે...