• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુ.નગર રેલવે સ્ટેશન ધસી જઇને બાળકોએ આપ્યું સ્વચ્છતાનું જ્ઞાન

સુ.નગર રેલવે સ્ટેશન ધસી જઇને બાળકોએ આપ્યું સ્વચ્છતાનું જ્ઞાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરનાંરેલવે સ્ટેશન પર શહેરની સ્કૂલના મોટી સંખ્યામાં બાળકો ધસી આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયુ હતું. ત્યારે બાળકોએ ટ્રેનમાંથી ઉતરતા મુસાફરોને સ્વચ્છ ભારત જાગૃતિઅભિયાન સાથે વિવિધ પ્રકારના સ્લોગનો બનાવીને મુસાફરોને અર્પણ કર્યા હતાં.

સુરેન્દ્રનગર શહેરનાં માનવ મંદિર પાસે આવેલી બચપન સ્કૂલનાં ધો. 5ના વિદ્યાર્થીઓ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન દોડી આવ્યા હતાં. સ્વચ્છ ભારત અને જાગૃતિ અભિયાનને વધુ વેગ આપવા રેલવે સ્ટેશનમાં બાળકો લાઈનબધ્ધ ગોઠવાઇ ગયા હતા.

ત્યારબાદ સ્ટેશન પર આવેલી સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાંથી ઉતરતા મુસાફરોને બાળકોએ તૈયાર કરેલા વિવિધ પ્રકારના 200થી વધુ સ્લોગનો આપ્યા હતાં. ત્યારબાદ રેલવે સ્ટેશનમાં પણ લખાણો વીજબચાવો, વિશ્વ બચાવો, પ્રકૃતિ બચાવો, પાણીનો બગાડ કરવો, કચરો કચરા પેટીમાં નાંખો સહિતના લાખણો મૂકીને મુસાફરો સહિતના લોકોને જાગૃત કરવાનો અભિગમ દર્શાવ્યો હતો. બાળકોનાં અભિયાન સાથે ચિંતનભાઈ કોઠારી, અસીત શાહ, વિવેકભાઈ વગેરે જોડાયા હતાં.

સુરેન્દ્રનગર રેલવે જંકશન પર સ્કૂલના બાળકોએ સ્વચ્છતાના પાઠ ભણાવવા જનજાગૃતિ અભિયાન હાથ ધર્યુ હતું.

ટ્રેનમાંથી ઉતરેલા મુસાફરો માટે બાળકોનું જાગૃતિ અભિયાન

અન્ય સમાચારો પણ છે...