• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • ચૂડા તાલુકામાં સૌની યોજનાના કોન્ટ્રાકટરનો ખેડૂત પર હૂમલો

ચૂડા તાલુકામાં સૌની યોજનાના કોન્ટ્રાકટરનો ખેડૂત પર હૂમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂડાતાલુકામાં સૌની યોજના અંતર્ગત ટ્રેકટરને લગતી મજૂરી કામ કર્યા બાદ ખેડૂતે કોન્ટ્રાકટર પાસે પૈસા માંગતા કોન્ટ્રાકટરે હૂમલો કરી કારને નુકશાન કર્યુ હતું.

તાલુકાના ચોકડી ગામે રહેતા ઋતુરાજભાઇ રબારી ખેતી સાથે ટ્રેકટરને લગતુ મજૂરી કામ કરે છે. ત્યારે સૌની યોજનાનું કામ કરતી એજન્સી પ્રતિભા ઇન્ડસ્ટ્રીઝ બેકફીલીંગ માટે માટી કાઢવાનું કામ તેઓએ કર્યુ હતુ.આથી બાકી નીકળતા પૈસા માટે કોન્ટ્રાકટરને રજૂઆત કરતા બિલ લેવા વડોદ ડેમની સાઇટ પર બોલાવાયા હતા. જયાં હૂમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અંગે સ્થાનિક પોલીસને જાણ કરવા છતાં કોઇ કાર્યવાહી હાથ ધરાતા અંતે ઋતુરાજભાઇ રબારીએ પોલીસ વડાને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી હતી.

વળતરના પૈસા માંગતા હૂમલો કરાયાની પોલીસ વડાને લેખિત રજૂઆત