• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | વઢવાણમૂળચંદ રોડ જીઆઇડીસી પાછળ આવેલ સ્વ. અરૂણાબેન મહેતાઆદર્શ

સુરેન્દ્રનગર | વઢવાણમૂળચંદ રોડ જીઆઇડીસી પાછળ આવેલ સ્વ. અરૂણાબેન મહેતાઆદર્શ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણમૂળચંદ રોડ જીઆઇડીસી પાછળ આવેલ સ્વ. અરૂણાબેન મહેતાઆદર્શ કન્યા છાત્રાલય ખાતે બે અધિકારીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં જુનિયર રોજગાર અધિકારી બી.જી.વાલેરા અને સુરેન્દ્રનગર સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના સિનિયર મેનેજર બી.જી.વાઘેલાને શાલ-શ્રીફળ અને મોમેન્ટો આપી સન્માનીત કરાયા હતાં. પ્રસંગે પૂર્વ સાંસદ અને ઓલ ઇન્ડીયા અનુ.જાતિ આયોગ સદસ્ય રાજુભાઈ પરમાર, પૂર્વ આરોગ્ય મંત્રી ડો.દિનેશચંદ્ર પરમાર,જિલ્લા સિવિલ સર્જન ડો. હરિશ એમ.વેસેટિયન, એચ.કે.દવે, એમ.યુ.ટમાલીયા, કે.વી.ડાભી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રસંગે તમામ બાળાઓને વિના મૂલ્યે ચોપડાઓનું વિતરણ કરાયુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે મોંઘીબેન આર.મકવાણા તેમજ મહિલા સોશ્યલ વેલફેર એસોસિએશનના લોકો જહેમત ઉઠાવી હતી.

છાત્રાલયમાં બે અધિકારીનો નિવૃત્તિ સન્માન સમારંભ

અન્ય સમાચારો પણ છે...