• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગરમાં રન ફોર લીટરસીમાં 3500થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

સુરેન્દ્રનગરમાં રન ફોર લીટરસીમાં 3500થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રોટરી કલબ દ્વારા સુરેન્દ્રનગરમાં રવિવારના રોજ હાફ મેરાથોનનું આયોજન કરાયુ હતુ. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સહિત 3500થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેરાથોનના અંતે તમામ રનરોને મેડલ એનાયત કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરમાં સાક્ષરતા દર વધારવાના હેતુ સાથે રોટરી કલબ ઓફ સુરેન્દ્રનગર, રોટરી કલબ ઓફ વઢવાણ મેટ્રો અને રોટરેકટ કલબ ઓફ વઢવાણ દ્વારા રવિવારે હાફ મેરાથોનનું આયફોજન કરાયુ હતુ. રન ફોર લીટરસીના નામે યોજાયેલ આ મેરાથોનની શરૂઆત કલેકટર ઉદીત અગ્રવાલ અને પ્રાંત અધિકારી નરેન્દ્રસિંહ રાજપૂતે લીલી ઝંડી આપીને કરી હતી. સુરેન્દ્રનગરના ઘૂઘરી પાર્કથી લઇને ભકિતનંદન સર્કલ, ઉપાસના સર્કલ, બસ સ્ટેશન રોડ, સ્વામીનારાયણ ગુરૂકૂળ, જે.એન.વી. હાઇસ્કૂલ રોડ અને જીનતાન રોડ પર થઇને ઘૂઘરી પાર્ક ખાતે મેરાથોન પૂર્ણ થઇ હતી. આ હાફ મેરાથોનમાં 3500થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેરાથોનની શરૂઆત પહેલા વોર્મ અપ માટે સ્પર્ધકોને એરોબીક અને ઝૂમ્બા ડાન્સ કરાવાયો હતો. જયારે મેરાથોનના રૂટ દરમિયાન એનર્જી ડ્રીંક પણ રનરોને અપાયુ હતુ. હાફ મેરાથોનના અંતે દરેક રનરોને ટોપી, ટીશર્ટ અને મેડલ પણ એનાયત કરાયા હતા. આ પ્રસંગે રોટરી કલબ ઓફ સુરેન્દ્રનગરના પ્રમુખ સીધ્ધેશભાઇ મહેતા, પ્રત્યુશભાઇ ગોસલીયા, રોટરી કલબ ઓફ વઢવાણ મેટ્રોના પ્રમુખ હર્ષીતભાઇ શાહ, રોટરેકટ કલબ ઓફ વઢવાણના અભીભાઇ દોશી સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...