બાળ સરક્ષા મુદ્દે એક દિવસીય વર્કશોપ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | જિલ્લા બાળ સુરક્ષા એકમ સુરેન્દ્રનગર દ્વારા તા.24 ફેબ્રુઆરીના રોજ સી.યુ.શાહ મેડીકલ કોલેજનાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સાથેનો બાળ સુરક્ષા મુદે એક દિવસીય વર્કશોપ કરવામા અવ્યો હતો. આ પ્રસંગે ડીન દીપ્તિ મેહતા, સુપ્રિટેન્ડેન્ટ ડો.ગુપ્તાના સંકલનથી મેડિકલનાં વિદ્યાર્થીઓ સાથે બાળ સુરક્ષાનાં મુદે ચર્ચા કરાઇ હતી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજય મોટકા અને બાળ સુરક્ષા ટીમનાં સભ્યો દ્વારા જુવેનાઈલ જસ્ટિસ એક્ટ -2015, પોક્સો એક્ટ - 2012, દત્તક વિધાન રેગયુલેશન 2017 કાયદાકીય માહીતી આપવામા આવી હતી. ખાસ કિસ્સાઓ બાળકોની સુરક્ષા અને તબીબી બાબતોને લઇને બાળકોની મેડીકલ તપાસની કાયદાની જોગવાઈઓની ચર્ચા કરવામાં આવી હતી.