• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • એગ્રો ફોરેસ્ટ યોજના અંતર્ગત 450 હેક્ટરમાં વૃક્ષોનું વાવેતર

એગ્રો ફોરેસ્ટ યોજના અંતર્ગત 450 હેક્ટરમાં વૃક્ષોનું વાવેતર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફોરેસ્ટ વિભાગ દ્વારા એગ્રો ફોરેસ્ટ યોજના અંતર્ગત જિલ્લાના 450 હેક્ટર વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરાશે. આ યોજનામાં જિલ્લાના 316 લાભાર્થીઓના ખેતરમાં લીંબુ, દાડમ, જામફળ સહિતના વૃક્ષોનું વાવેતર કરાશે. જેના નિભાવ માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા ખર્ચ આપવામાં આવશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વૃક્ષોના ઓછા પ્રમાણ હોવાના કારણે હરીયાળી ક્ષેત્રે પાછળ પડતો જણાય છે. જેમાં શહેરમાં વિવિધ યોજનાઓ થકી વૃક્ષા રોપણ કરી આ હરીયાળી ફેલાવવાની જહેમત ઉઠાવાઇ રહી છે. ત્યારે જિલ્લા ફોરેસ્ટ વિભાગ દ્વારા એગ્રો ફોરેસ્ટ યોજના થકી સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારના ખેડુતોના ખેતરોમાં લીંબુ, દાડમ, જામફળ સહિતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે. આ યોજનામાં જિલ્લાના 316 લાભાર્થીઓની 450 હેક્ટર જમીન આવરી લેવામાં આવશે. અને કુલ 56.80 લાખના ખર્ચે હરીયાળી ફેલાવવામાં આવશે.

આ યોજનામાં જોડાનાર ખેડૂતને વાવેતર કરેલ વૃક્ષોના નિભાવ માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા દર વર્ષે પૈસા ચૂકવવામાં આવશે. જેમાં પ્રથમ વર્ષે રોપા દિઠ 14 અને બીજા, ત્રીજા અને ચોથા વર્ષે 7 રૂપીયા લેખી ખર્ચે રોપા દીઠ ખર્ચ આપવામાં આવશે. આ વાવેતર કરાયેલ વૃક્ષોમાં ઉપજ આવતા તે ઉત્પાદન ખેડૂતનું જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...