• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સણોસરામાં નવનિર્મિત સરકારી શાળા અષાઢી બીજે છાત્રોએ ખૂલ્લી મૂકી

સણોસરામાં નવનિર્મિત સરકારી શાળા અષાઢી બીજે છાત્રોએ ખૂલ્લી મૂકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાતાલુકાના સણોસરા ગામે સરકાર દ્વારા પ્રાથમિક શાળાનું નવુ બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. આથી શિક્ષણ વિભાગ અને ગ્રામજનોએ અનોખી રીતે આજે અષઢીબીજના શુભ દિવસે વિદ્યાર્થીઓ માટે ખૂલ્લી મૂકાઇ હતી.

સામાન્ય રીતે શાળા નવી બનેલ હોય તો સરકારી બાબુઓ અને હોદ્દેદારો કે નેતાઓના વરદ હસ્તે લોકાર્પણ કરીને ખૂલ્લી મૂકાતી હોય છે. પરંતુ ચોટીલાના સણોસરા ગામે અપવાદ બનીને અનોખી રીતે નવી સરકારી પ્રાથમિક શાળા ખૂલ્લી મૂકાઇ હતી. જેમાં ચોટીલાના સણોસરા ગ્રામપંચાયતની અને ગ્રામજનોએ અષાઢી બીજના પવિત્ર દિવસે નવનિર્મિત શાળાના પરીસરમાં સત્યનારાયણની કથા યોજાઇ હતી. જેમાં નવનિર્મિત શાળના મકાનને આવનારી પેઢીના બાળકોના અભ્યાસઅર્થે વિદ્યાર્થીઓનાં હસ્તે ખૂલ્લુ મુકેલ હતું. પ્રસંગે પેસેન્ટર શાળાનં.13ના શિક્ષકો તેમજ સીઆરસી ઉપસ્થિત રહ્યા હતા. જેઓનું શાળાની બાળાઓએ કુમકુમ તિલક કરી સ્વાગત કરેલ હતું. તેમજ ગામના સરપંચ , ઉપસરપંચ, માજી સરપંચ અને પ્રાગજીભાઇ દવરા તિથી ભોજન કરાવાયું હતું.

ચોટીલાના સણોસરામાં નવનિર્મીત સરકારી શાળા અષાઢી બીજે વિદ્યાર્થીઓનાં હસ્તે ખૂલ્લી મૂકાઇ હતી.

ગ્રામજનોએ બાળકોને દૂધપાક ખવડાવીને સહયોગ આપ્યો

અન્ય સમાચારો પણ છે...