મહિલાને જીવતી સળગાવાના કેસમાં જામીન અરજી નામંજુર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલામાંવર્ષ 2014માં ગટરના પાણી નિકાલ બાબતે મહિલા સાથે બોલાચાલી કરી જીવતી સળગાવી દીધી હતી. ત્યારે બનાવમાં જેલવાસ ભોગવી રહેલા આરોપીએ કોલેજમાં એડમીશન લેવા બાબતે કરેલ જામીન અરજી કોર્ટે નામંજૂર કરી દીધી છે.

સાયલાના આંબેડકરનગરમાં રહેતા બે પરિવારો વચ્ચે ગટરના પાણી નિકાલ બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં સામ-સામે થયેલ પોલીસ ફરીયાદનું મનદુ:ખ રાખી વર્ષ 2014માં મોતીભાઇ આલાભાઇ સહિતનાઓએ એક સંપ કરી મહિલાના ઘરમાં ઘૂસી જઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દરમિયાન મહિલાના શરીર પર કેરોસીન છાંટી જીવતી સળગાવી દીધી હતી. જેમાં અમદાવાદ ખાતે સારવાર દરમીયાન મહિલાનું મોત થતા હત્યાનો ગુનો દાખલ થયો હતો. કેસમાં જેલવાસ ભોગવી રહેલા આરોપી 20 વર્ષીય ધવલ મોતીભાઇ સોલંકીએ કોલેજમાં એડમીશન લેવા માટે વચગાળાની જામીન અરજી કરી હતી. અરજીની સુનાવણી ચાલી જતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલો કરતા

અનુસંધાનપાના નં.3

કોલેજમાં પ્રવેશ માટે વચગાળાના જામીન માગ્યા હતાં

અન્ય સમાચારો પણ છે...