• Gujarati News
  • દૂધમાં મંદી : કપાસ પછી હવે દૂધનાં ભાવો ઘટ્યા

દૂધમાં મંદી : કપાસ પછી હવે દૂધનાં ભાવો ઘટ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારત દેશનાં ખેડૂતો અને દૂધ ઉત્પાદકો માટે 2014નું વર્ષ મુશ્કેલરૂપ બન્યુ છે. કપાસ અને ડાંગરનાં ભાવો તળિયે પહોંચતા ખેડૂતો ખફા થયા છે. ત્યારે હવે દૂધ ખરીદના ભાવો પણ છેલ્લા ચાર મહિનામાં રૂ. 25 ઘટતા દૂધ ઉત્પાદકો પરેશાન બન્યા છે. ગુજરાત મિલ્ક ફેડરેશન (જી.એસ.એમ.એમ.એફ.) દ્વારા દૂધ ખરીદીનાં ભાવોમાં ચાર મહિના દરમિયાન રૂ. 575થી ઘટીને રૂ. 550 પહોંચ્યો છે. આથી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તા. 1 ડિસેમ્બરથી એક કિલો ફેટનો ભાવ રૂ. 550 રાખવાનો નિર્ણય સૂરસાગર ડેરી દ્વારા લેવાયો છે. સુરેન્દ્રનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત સૂરસાગર ડેરીનાં નિયામક મંડળની બેઠક શુક્રવારના રોજ સવારે 11 કલાકે સૂરસાગર ડેરી વઢવાણ ખાતે યોજાઇ હતી. બેઠકમાં આઠ એજન્ડાઓને બહાલી અપાઇ હતી. જેમાં વર્તમાન કોન્ટ્રાકટર માર્ચ સુધી લંબાવવા, સ્ટાફ કમિટી બનાવવી, ગત બોર્ડની નિર્ણયને મંજૂરી સહિતના નિર્ણયો લેવાયા હતાં. બેઠકમાં સૂરસાગર ડેરીનાં ચેરમેન રામભાઈ મેવાડા, નરેન્દ્રસિંહ રાણા, બાબાભાઈ ભરવાડ, સંગ્રામભાઈ મેવાડા, છેલાભાઈ ભરવાડ, મંગલસિંહ પરમાર સહિત ડિરેકટરો ઉપસ્થિત રહ્યાં હતાં. સુરેન્દ્રનગર જિલ્લામાં દૂધ ઉત્પાદન પ્રવૃત્તિને વેગવંતી બનાવી દૂધ ઉત્પાદકોનાં હિતમાં વિકાસનાં કામો કરવાનો નિર્ણય લેવાયા હતાં.

ત્રણ વખત ભાવોમાં ઘટાડો (કિલો ફેટનાં ભાવ.રૂ.માં)

ફેડરેશનનાભાવ સૂરસાગરનાં ભાવ

575 575

568 565

554 550

ભાવ ફેર વધારે મળતા ઉત્પાદકોને ફાયદો

સૂરસાગર ડેરીનાંમેનેજિંગ ડાયરેકટર અલકેશકુમાર પટીબંધાએ જણાવ્યું કે, ફેડેરેશનને ભાવ ઘટાડતા માટે નિર્ણય કરવો પડયો છે. નિર્ણયથી દૂધ ભાવ ફેરમાં દૂધ ઉત્પાદકોને વધારો મળે છે. આથી જિલ્લાનાં દૂધ ઉત્પાદકોને ફાયદો થશે.

બજારભાવ ઘટાડવાની માંગ

ગુજરાતમાંદૂધઉત્પાદકો પાસેથી લેવાતા દૂધનાં ભાવોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. પરંતુ દૂધ લેતા લાખો ગ્રાહકોને ફાયદો થશે નહીં. આથી દૂધનાં બજારભાવમાં ઘટાડો કરવાની લાગણી સાથે માંગણી ઉઠી છે.