તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • ખાદ્ય પદાર્થમાં મિશ્રણ: 23 લાખનો દંડ..દંડ ભરી આરોગ્ય સાથે ચેડા કરી શકાય?

ખાદ્ય પદાર્થમાં મિશ્રણ: 23 લાખનો દંડ..દંડ ભરી આરોગ્ય સાથે ચેડા કરી શકાય?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાફૂડ વિભાગ દ્વારા લેવાયેલ ખાદ્ય ચીજોમાં મિશ્રણ બહાર આવતા અને નમૂના ફેઇલ થતા કેસ દાખલ કરાયા હતા. પાંચ કેસ અધિક કલેકટર સમક્ષ ચાલી જતાં તેલ, ડુપ્લીકેટ ઘી, આઇસ્ક્રીમ - લોટના ઉત્પાદક - વિતરકને 23 લાખનો દંડ ફટકાર્યો છે.

જિલ્લા ફૂડ વિભાગના અધિકારી જે.એન.સોનીની સૂચનાથી ઇન્સપેકટર ડી.જે.સોલંકી, જે.એમ.પ્રજાપતિ, સી.કે.નીમાવત દ્વારા વર્ષ 2015માં તેલ, ડુપ્લીકેટ ઘી, આઇસ્ક્રીમ, આંગણવાડીમાં વપરાતા પ્રીમીકસ લોટ સહિતના નમૂના લેવાયા હતા. નમૂના લેબોરેટરી પૃથ્થકરણમાં ફેઇલ થતા કેસ દાખલ કરાયા હતા. અંગેના 5 કેસ તાજેતરમાં ચાલી ગયા હતા. જેમાં શહેરની મહેતા માર્કેટમાંથી લેવાયેલ હરી બ્રાન્ડ રીફાઇન્ડ કૂકિંગ ઓઇલનો નમૂનો મીસબ્રાન્ડેડ થતા અશોકકુમાર હરીયાણી, વિરલ શાહ, મહાસુખ શાહ, શરદકુમાર શાહ, પાર્શ્વનાથ ટ્રેડીંગ કંપની, યોગેશ પટેલ, વિમલ ઓઇલ એન્ડ ફૂડસ લીમીટેડ, જીતેન્દ્ર પટેલ અને ગુજરાત સ્પાઇસ એન્ડ ઓઇલ સીડસને 9 લાખનો દંડ ફટકારાયો છે. જયારે ચોટીલાના મઘરીખડા ગામે ડુપ્લીકેટ ઘી મળી આવતા વિમલ રાદડિયાને 2 લાખનો દંડ ફટકાર્યો હતો. સુરેન્દ્રનગર શહેરની આઇટીઆઇ સામે આવેલ દુકાનમાંથી આઇસ્ક્રીમના નમૂનો ફેઇલ થતા મહમદ વોરા, સોહીલ વોરા, ઇમરાન વોરા, અર્પીત પારેખ અને વાડીલાલને 5 લાખનાે દંડનો કર્યો છે. સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાંથી સીંગતેલના નમૂનામાં મિશ્રણ આવતા ભાઇલાલભાઇ વિઠ્ઠલભાઇ પટેલ અને મનસુખભાઇ વેલજીભાઇ રાઠોડને રૂપિયા 5 લાખના દંડનો ચૂકાદો અપાયો છે. જયારે વઢવાણના તાલુકા સખી સંઘના હંસાબેન ટપુભાઇ ટાંક પાસેની આંગણવાડીમાં વપરાતા પ્રીમીકસ લોટનો નમૂનો મીસ બ્રાન્ડેડ થતા 2 લાખનો દંડ કરાયો છે.

નિર્ણય|વર્ષ ’15માં લેવાયેલા નમૂના ફેઇલ જતા પાંચ પેઢી સામે ગુનો

અન્ય સમાચારો પણ છે...