તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગરજિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની લડવા માંગતા ઊમેદવારો માટે નોટોની

સુરેન્દ્રનગરજિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની લડવા માંગતા ઊમેદવારો માટે નોટોની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરજિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની લડવા માંગતા ઊમેદવારો માટે નોટોની બબાલ મુશ્કેલી ઊભી કરશે. અને મતદારો નોટો બદલી આપવા દબાણ કરશે અને મતદારોને રીઝવવા નવી નોટોની વ્યવસ્થા કરવાનો પ્રશ્ન બતાવશે. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી લડતા ઊમેદવાર માટે વર્ષ ચૂંટણી લડવુ ભારે મૂશ્કેલ બનશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે ડીસેમ્બરમા સંભવત ચૂંટણી યોજવાની છે. આથી ઊમેદવારોએ દોડધામ શરૂ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ઊમેદવારોને નોટોનો પ્રશ્ન સતાવી રહ્યો છે. આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ્યપંચાયતની ચૂંટણી માટે ઊમેદવારો ચૂંટણી માટે નોટો એકઠી કરવાના કામ કાજ શરૂ કરી દીધુ છે. જેમાં ઊમેદવારો પાસે મતદારો પણ નોટો બદલી આપવાની માગણી કરશે. ત્યારે ચૂંટણી લડવા માગતા ઊમેદવારો માટે નોટો સાથે મતદારોને રીઝવવાના પ્રશ્નો સતાવી રહ્યા છે. આમ અત્યારે ગત વર્ષ કરતા વર્ષ ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં ઊમેદવારની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં શિયાળામાં ભારે ચૂંટણી ગરમાવો જણાય રહ્યો છે.

ઉમેદવારો લોકોની સામે જતા પણ ડરી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...