• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • પાકિસ્તાની તબીબ દ્વારા કરાયેલા દુષ્કર્મનાં પડઘા ઝાલાવાડમાં પડ્યા

પાકિસ્તાની તબીબ દ્વારા કરાયેલા દુષ્કર્મનાં પડઘા ઝાલાવાડમાં પડ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરનીહોસ્પિટલમાં ડેન્ગ્યૂની સારવાર લઇ રહેલી યુવતી પર પાકિસ્તાની મૂળના ડોકટર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતા તેના પડઘા ઝાલાવાડમાં પડયા છે. ત્યારે બનાવના આરોપી ડોકટર અને તેને મદદગારી કરનાર વોર્ડ બોય સામે કડક પગલા ભરવાની માંગ સાથે સુરેન્દ્રનગર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

ગુજરાતની રાજધાની એવા ગાંધીનગર શહેરમાં આવેલ એપોલો હોસ્પિટલમાં તા. 10-9ના રોજ ડેન્ગ્યૂની સારવાર લઇ રહેલી 21 વર્ષીય યુવતી પર પાકિસ્તાની મૂળના ડોકટર રમેશ ચૌહાણ દ્વારા દુષ્કર્મ આચરવાનો બનાવ બન્યો છે. ત્યારે કેસના મુખ્ય આરોપી અને તેને મદદગારી કરનાર વોર્ડબોય સામે કડક પગલા ભરવાની માંગ સાથે સુરેન્દ્રનગર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અવનીબેન ઓઝા, નીમુબેન ચૌહાણ, અમીનાબેન, સોનલબેન રાઠોડ, ગીતાબેન રંગપરા સહિતનાઓએ કરી હતી. કોંગ્રેસની મહીલા આગેવાનોએ અધિક કલેકટર નરેન્દ્રસિંહ રાજપૂતને લેખિત આવેદનપત્ર પાઠવી જણાવ્યુ કે, આવા બનાવોની ગંભીરતા પામી સ્ત્રી સશકિતકરણનો અસરકારક અમલ કરાવવા આવા કેસો ચલાવવા અલગ અદાલતોની રચના કરવી જોઇએ. જો અંગે તાકિદે નિર્ણય નહી લેવાય તો પ્રશ્ન રાષ્ટ્રીય મહિલા આયોગમાં પણ લઇ જવા ચીમકી અપાઇ હતી.

જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ

અન્ય સમાચારો પણ છે...